Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદથી 4 જિલ્લામાં 11 રૂટ ડાયવર્ટ:વડોદરા રેન્જમાં પોલીસ એલર્ટ, 255 લોકોનું સ્થળાંતર, આઈજી સંદીપ સિંઘે નર્મદાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

    2 दिन पहले

    વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંઘે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. રાજપીપળા ખાતે તેમણે જિલ્લા પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને ભારે વરસાદ તથા પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ તંત્રની સજ્જતાની સમીક્ષા કરી. આઈજી સંદીપ સિંઘે જણાવ્યું હતું કે, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પોલીસ તંત્ર NDRF અને SDRFની ટીમો સાથે સંકલન સાધીને સતત કાર્યરત છે. તેમણે માહિતી આપી કે કીમ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા ભરૂચ જિલ્લાના હાંસોટ વિસ્તારમાંથી અંદાજે 255 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કુલ 11 માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આઈજી સિંઘે વધુમાં જણાવ્યું કે, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે સતત સંકલન જાળવી કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, જ્યાં પણ વરસાદી પાણી ભરાશે અથવા પૂર જેવી સ્થિતિ સર્જાશે ત્યાં પોલીસ તાત્કાલિક પહોંચી જરૂરી કાર્યવાહી કરશે.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદથી વડોદરામાં બાજવા ગામ જળમગ્ન બન્યા:ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી, ગ્રામજનોએ કાયમી ઉકેલની કરી માંગ
    Next Article
    Gujarat Breaking News | 2 વાગ્યા સુધીના વરસાદના મોટા સમાચાર | Monsoon 2026 | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment