Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડના બામણગામમાં ભારે વરસાદ, નદીમાં ઘોડાપૂર:પૂરના પાણીમાં ફસાયેલી કારને ટ્રેક્ટર વડે રેસ્ક્યૂ કરાઈ

    10 घंटे पहले

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણગામ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યું હતું. આ પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે એક કાર ફસાઈ ગઈ હતી, જેને સ્થાનિક ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત બહાર કાઢી હતી. બામણગામમાંથી પસાર થતા એક નાળા પરથી પાણી વહી રહ્યું હતું ત્યારે એક કાર ચાલકે તેમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર વચ્ચે ફસાઈ ગઈ હતી અને તણાઈ જવાનો ભય ઊભો થયો હતો. કારમાં સવાર લોકો ભયભીત બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ બામણગામના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને ટ્રેક્ટર અને મજબૂત દોરડાનો ઉપયોગ કર્યો હતો. દોરડું કાર સાથે બાંધીને પાણીના જોરદાર પ્રવાહમાંથી કારને ખેંચીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિકોની આ સતર્કતા અને સામૂહિક પ્રયાસોને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પાણી ભરાયેલા રસ્તાઓ કે ધસમસતા વહેતા નાળા-કોઝવેમાંથી વાહન પસાર ન કરવા અને જોખમ ન ખેડવા માટે તંત્રએ કડક સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી બોપલ-આંબલીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે:કર્ણાવતી ક્લબ પાછળની પોશ સોસાયટીઓમાં છાતીસમા પાણી, ગોમતીપુરમાં આધેડની લાશ તરતી આવી
    Next Article
    કાવેરી નદીમાં યુવક તણાયો:પાણીનો પ્રવાહ તેજ હોવાથી બચાવમાં અડચણ, નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં આભ ફાટ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment