Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેટલ ડિટેક્ટરની મદદથી ચોરી કરતો હાઈટેક ચોર ઝડપાયો:દાંતા અને અમીરગઢ તાલુકામાં થયેલી બે ઘરફોડનો ભેદ ઉકેલાયો

    1 day ago

    બનાસકાંઠા જિલ્લા LCBએ દાંતા અને અમીરગઢ તાલુકામાં થયેલી બે ઘરફોડ ચોરીનો સફળ ભેદ ઉકેલી રાજસ્થાનની કુખ્યાત ભાટ ગેંગના મુખ્ય સૂત્રધાર શૈતાનરામ ઉર્ફે કૈલાશ મોહનલાલ ભાટની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ હાઈટેક મેટલ ડિટેક્ટર સહિત કુલ રૂ. 11.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દાંતા અને અમીરગઢમાં બે ઘરફોડની ઘટનાનો ભેદ ઉકેલાયો પોલીસ તપાસ મુજબ 14 જુલાઈના રોજ દાંતા તાલુકાના વશી ગામમાં બંધ મકાનનું તાળું અને તિજોરી તોડી આશરે રૂ. 10 લાખના દાગીના અને રોકડની ચોરી કરવામાં આવી હતી. તે પહેલાં અમીરગઢ તાલુકાના ચેખલા ગામમાં પણ રૂ. 3.64 લાખની ઘરફોડ ચોરી થઈ હતી. બંને બનાવોને ગંભીરતાથી લઈ પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને CCTVના આધારે આરોપી સુધી પહોંચી પોલીસ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ LCBની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને આશરે 60 કિલોમીટર વિસ્તારના CCTV ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું. તપાસ દરમિયાન આરોપીને વડગામ તાલુકાના મગરવાડા ગામેથી શોધી કાઢી તેની ધરપકડ કરવામાં આવી હતી. રૂ. 1 લાખનું મેટલ ડિટેક્ટર ખરીદી ચોરી કરતો પૂછપરછ દરમિયાન આરોપીએ બંને ચોરીઓની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે ચેખલા ગામની ચોરીમાંથી મળેલી રકમથી મકાન અને મોટરસાયકલ ખરીદી હતી. વધુમાં આરોપીએ અમદાવાદથી આશરે રૂ. 1 લાખમાં Minelab Equinox 900 મેટલ ડિટેક્ટર ખરીદ્યું હતું. આ આધુનિક સાધનની મદદથી મકાનમાં કિંમતી વસ્તુઓ ક્યાં છુપાવવામાં આવી છે તેની માહિતી મેળવી તે ખૂબ જ ઓછા સમયમાં ચોરીને અંજામ આપતો હતો. 23થી વધુ ગુનાઓમાં સંડોવણી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાનના પાલી, સોજત, રાની, દેસૂરી અને મારવાડ જંક્શન સહિતના વિસ્તારોમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના 23થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવા માટે તપાસ આગળ ધપાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત 97 માર્ગોનું સમારકામ પૂર્ણ:જિલ્લામાં વરસાદી પડકાર વચ્ચે માર્ગ વ્યવસ્થા પૂર્વવત કરાઈ
    Next Article
    Ground Report | અષાઢમાં આભ ફાટ્યું| Gujarat Rain | Monsoon | Rain Forecast News। Flood

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment