Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી:કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી, તંત્ર સજ્જ

    3 days ago

    પંચમહાલ જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્તરે દિલ્હીથી 'રેડ એલર્ટ'ની સૂચના જારી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે. કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું કે, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ નાગરિકો સંપૂર્ણ સતર્ક રહે અને કોઈ પણ પ્રકારનું સાહસ કે જોખમ ન ખેડે. તેમણે લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે સરકારી તંત્રને નિર્દેશો આપ્યા છે. જિલ્લાના તમામ મહત્વના સરકારી વિભાગોને તાત્કાલિક અસરથી સ્ટેન્ડબાય મોડ પર મૂકી દેવાયા છે. જિલ્લા તેમજ તાલુકા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટ્સ અને ફાયર બ્રિગેડને સતત એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગ્રામીણ સ્તરે મદદ પહોંચાડવા માટે પોલીસ વિભાગ અને પંચાયત વિભાગને સજ્જ રહેવા આદેશ અપાયા છે. તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર જિલ્લામાં પોલીસ બેડામાં ફેરફાર:PI ​વી.બી. ચૌહાણ, ​PI જે.જી. મોડ તથા મહિલા PI ​એચ.જી. કટારિયાની આંતરિક બદલી
    Next Article
    Why Sam Altman is the Most Dangerous CEO in the World | OpenAI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment