Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર જિલ્લામાં પોલીસ બેડામાં ફેરફાર:PI ​વી.બી. ચૌહાણ, ​PI જે.જી. મોડ તથા મહિલા PI ​એચ.જી. કટારિયાની આંતરિક બદલી

    3 days ago

    એસ.પી. નિતેશ પાંડેય દ્વારા 3 પીઆઈ અને 4 પીએસઆઈની આંતરિક બદલી ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર મહત્વના આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે, આ ફેરબદલ અંતર્ગત જિલ્લાના 3 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ને જિલ્લામાં ફેરબદલી કરવામાં આવી છે, ​પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બદલીઓ ​વી.બી. ચૌહાણને લિવ રિઝર્વમાંથી એટેચ કરીને અરજી શાખામાં બદલી કરવામાં આવી છે., ​જે.જી. મોડ ને થોડા મહિના પહેલા જ ઉમરાળા મૂકાયેલા PI ને લિવ રિઝર્વ એટેચ કરી સેકન્ડ PI તરીકે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં બદલી અપાઈ છે જ્યારે ​એચ.જી. કટારિયા (મહિલા PI) ટ્રાફિક શાખામાંથી લિવ રિઝર્વમાં મુકાયેલા આ અધિકારીની જેસર ખાતે બદલી કરાઈ છે. ​પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) બદલીઓ ​હિતેષસિંહ બારડને હમણાં જ પેરોલ ફર્લો સ્ક્વોર્ડમાં મુકાયેલા આ PSI ની ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર કામગીરીને ધ્યાનમાં રાખીને બઢતી સાથે ઇન્ચાર્જ PI તરીકે ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે., ​એચ.બી. મુસારને જેસર PSI ની ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છે., ​ડી.એન. જાડેજા ને લાંબા સમયથી કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા PSI ની વરતેજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે., જ્યારે ​જી.બી. પરમાર ને વરતેજ PSI ની બદલી કરીને તેઓને ભરતનગર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે ​પોલીસ વડાના આ આંતરિક હુકમોથી પોલીસ બેડામાં ચર્ચા જોવા મળી રહ્યો છે, આ અંગે ભાવનગર એસપી ડો.નિતેશ પાંડેય સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, વહીવટી કારણોસર ભાવનગર જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પીઆઈ તથા 4 પીએસઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર પેટાચૂંટણી પૂર્વે વડોદરા શહેર પોલીસ એલર્ટ:વડોદરાની હોટલ અને ગેસ્ટહાઉસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું, શંકાસ્પદ વ્યક્તિ અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના આપી
    Next Article
    પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી:કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી, તંત્ર સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment