Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં વિચરતા-વિમુક્ત સમુદાયની ચિંતન શિબિર યોજાઈ:ભરતભાઈ પટણીએ સશક્ત સમાજ નિર્માણ અને વિકાસ પર ભાર મૂક્યો

    8 hours ago

    વેરાવળ ખાતે વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય શ્રી ભરતભાઈ પટણીની અધ્યક્ષતામાં એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં વિચરતા અને વિમુક્ત સમુદાયોની સમસ્યાઓ, પડકારો, તકો અને વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વેરાવળના રાજેન્દ્રભૂવન સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ શિબિરમાં જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા થઈ હતી. શિબિરના અધ્યક્ષ ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે, છેવાડાનો માનવી મુખ્યધારામાં આવે તો જ વિકસિત સમાજનું નિર્માણ શક્ય છે. પરસ્પરના સહકારથી સશક્ત સમાજનું નિર્માણ થશે અને તેના થકી વિકાસની વિભાવના સાકાર થશે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘દરિદ્રનારાયણ દેવો ભવ:’ સૂત્ર હેઠળ છેવાડાના માનવી માટે કાર્યરત યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. પટણીએ શક્તિશાળી, જ્ઞાનસભર અને ધનવાન સમાજની વિભાવના રજૂ કરી હતી. તેમણે શિક્ષણ અને બચતનું મહત્વ સમજાવ્યું હતું, તેમજ વ્યસનમુક્તિ પર ભાર મૂક્યો હતો. 'હર હાથ કો કામ, હર હાથ કો દામ' દ્વારા રોજગારી, સ્ત્રી સશક્તિકરણ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવા, સ્વબચત શીખવવા અને સેલ્ફ હેલ્પ ગ્રુપને સહકારી મંડળીઓમાં રૂપાંતરિત કરીને વંચિતોને મુખ્યધારામાં લાવવા સહિયારા પ્રયત્નો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં સમુદાયના વિકાસ માટે થયેલા પ્રયત્નોનો ચિતાર રજૂ કરતા તેમણે જણાવ્યું કે, કોડિનાર તાલુકામાં પ્લોટ ફાળવણી પૂર્ણ થઈ છે. ટૂંક સમયમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મકાન બનાવવા માટે રૂ. ૧,૭૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે.વિકસતિ જાતિ નાયબ નિયામક શ્રી આર.એન. બારિયાએ વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ માટે કાર્યરત વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે પંડિત દીનદયાળ આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું, સાત ફેરા સમૂહ લગ્ન, સરસ્વતી સાધના, સમરસ હોસ્ટેલ, અભ્યાસ અને વ્યાપાર માટે લોન સહાય જેવી યોજનાઓ સમજાવી, વધુને વધુ લાભ લેવા અપીલ કરી હતી. આ ચિંતન શિબિરમાં ટેક્નિકલ નિષ્ણાત ડૉ. રિશિ ભટનાગર, વિચરતી અને વિમુક્ત સમુદાયોના પ્રમુખ-ઉપપ્રમુખ, આગેવાનો, સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર્સ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રહલાદનગર વિસ્તારમાં દરેક રસ્તા પાણીમાં:જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર, રસ્તા પર લોકો અટવાયા, વાહનો ડૂબ્યા
    Next Article
    અખબારનગર અને નિર્ણયનગર અંડરપાસ બંધ:એએમટીએસ બસ ફસાઈ, તમામ મુસાફરોને સહીસલામત બહાર કાઢી લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment