Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુકુલ સુરેન્દ્રનગરમાં નવી શૈક્ષણિક સુવિધાઓનું ઉદ્ઘાટન:લાયબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમ, સંસ્કૃત કક્ષનું લોકાર્પણ

    1 day ago

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત સુરેન્દ્રનગર શાખામાં નવીન અદ્યતન લાયબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમ તથા સંસ્કૃત કક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સુવિધાઓ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, સંસ્કાર, સર્જનાત્મકતા અને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવા તેમજ તેમના સર્વાંગી વિકાસના હેતુથી શરૂ કરવામાં આવી છે. આ લોકાર્પણ સમારોહ રાજકોટ ગુરુકુલના પૂજ્યપાદ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીજી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને સંતોના આશીર્વાદ સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ મહાનુભાવોએ રિબન કાપી ઉદ્ઘાટન કર્યું હતું. પૂજ્યપાદ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીજીએ આશીર્વચન આપતાં જણાવ્યું કે, વિદ્યાર્થીનું સાચું ઘડતર માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત નથી. વાંચનની ટેવ, સર્જનાત્મકતા, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યો જીવનને સફળ બનાવે છે. તેમણે પુસ્તકાલયને જ્ઞાનનું મંદિર, સંસ્કૃત કક્ષને ભારતીય ઋષિ પરંપરાનો વારસો અને આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમને વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ તથા સર્જનાત્મક પ્રતિભાને ઉજાગર કરનાર ઉત્તમ માધ્યમ ગણાવ્યું. જગદીશભાઈ મકવાણાએ પોતાના ઉદ્બોધનમાં આજના ટેક્નોલોજીના યુગમાં આધુનિક શિક્ષણની સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણની પણ એટલી જ આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે. તેમણે ગુરુકુલ દ્વારા ઉભી કરવામાં આવેલી અદ્યતન લાયબ્રેરીની પ્રશંસા કરતાં તેને વધુ સમૃદ્ધ બનાવવા માટે આશરે 400 પુસ્તકો ભેટરૂપે અર્પણ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરેન્દ્રનગરના સંચાલક આનંદસ્વામીજીએ જણાવ્યું કે, ગુરુકુલનું ધ્યેય માત્ર વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે આગળ વધારવાનું નથી, પરંતુ તેમને સંસ્કારવાન, ચારિત્ર્યવાન, રાષ્ટ્રપ્રેમી અને આધ્યાત્મિક જીવનમૂલ્યોથી સમૃદ્ધ નાગરિક તરીકે ઘડવાનું છે.
    Click here to Read More
    Previous Article
    119 તાલુકામાં સૌથી વધુ ખેરગામમાં 16 ઇંચ:નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ, રેસ્ક્યૂ માટે 4 હેલિકોપ્ટર તૈયાર, વલસાડમાં 24 વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત
    Next Article
    આવતીકાલે ગાંધીનગર જિલ્લાની તમામ સ્કૂલો-કોલેજોમાં રજા:24 કલાકમાં 4 તાલુકામાં સાર્વત્રિક મેઘ મહેર, તંત્રની નાગરિકોને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા ખાસ અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment