Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં ભારે વરસાદ: ઢાઢર નદીમાં પૂર:સંખેડાનો કંટેશ્વર કોઝવે ગરકાવ, રસ્તો બંધ

    19 hours ago

    છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. સંખેડા તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવતા કંટેશ્વર ખાતેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આના પરિણામે કંટેશ્વરથી કાલી તલાવડીને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે. કોઝવે પાણીમાં ડૂબી જવાથી કંટેશ્વર અને આસપાસના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને હવે કસુંબીયા થઈને લગભગ ૧૦ કિલોમીટરનો લાંબો ફેરાવો કરીને અવરજવર કરવી પડી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન કંટેશ્વરનો આ કોઝવે પાણીમાં ગરકાવ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. સ્થાનિકોની ફરિયાદ છે કે વહીવટીતંત્ર દ્વારા અહીં પુલ બનાવવામાં ઉણપ જોવા મળી રહી છે, જેના કારણે ગ્રામજનોને દર વર્ષે મુશ્કેલી વેઠવી પડે છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદે અમદાવાદને ઊંઘતું ઝડપ્યું, 15 PHOTO:કરોડોના બંગલા પણ પાણીમાં, દરિયામાં બોટની જેમ રોડ પર ગાડીઓ હિલોળે ચડી; દુકાનોમાં પાણી ઘૂસ્યા
    Next Article
    તાપી વહીવટી તંત્રની તત્પરતા:PHC બોરદા ખાતે સફળ પ્રસૂતિ,આપત્તિના સમયમાં આરોગ્ય વિભાગની સમર્પિત સેવાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment