Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "સામે કેમ જુઓ છો" કહીને ત્રણ શખસોની ખુલ્લેઆમ દાદાગીરી:કરચલીયાપરામાં બે મિત્રો પર છરીથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપી

    3 days ago

    ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં નજીવી બાબતે અદાવત રાખી લોહિયાળ હુમલો થવાની ઘટના સામે આવી છે. માત્ર સામું જોવા મુદ્દે ઉશ્કેરાઈને ત્રણ શખ્સોએ બે મિત્રો પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ મામલે ઇજાગ્રસ્ત યુવકે ગંગાજળિયા પોલીસ મથકમાં ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શું હતી સમગ્ર ઘટના? કરચલીયાપરાના હનુમાનનગરમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા 19 વર્ષીય રાહુલ ઉર્ફે ટીટો જીતેશભાઈ બારૈયા ગઈકાલે પોતાના મિત્રો રોહિત ગોહિલ અને મોહિત વાજા સાથે બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ઘર પાસે આવેલી ચકુની દુકાન નજીક બેઠેલા ત્રણ શખ્સો રાહુલ ઉર્ફે છોતેર મકવાણા, પ્રકાશ ઉર્ફે પકો અને ખેડૂતવાસના ટીટાએ બૂમ પાડીને બંનેને બોલાવ્યા હતા. ત્રણેય શખ્સોએ "અમારી સામે કેમ જુઓ છો?" તેમ કહીને બંનેને અચાનક ગાળો દેવાનું શરૂ કર્યું હતું. જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકોએ ગાળો બોલવાની ના પાડતાં ત્રણેય શખ્સો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને હુમલો કરી દીધો હતો. હુમલો થતાં જ ડરના માર્યા મોહિત વાજા ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. જોકે, હુમલાખોરોએ રાહુલ અને તેના મિત્ર રોહિતને પહેલા ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો. ત્યારબાદ તીક્ષ્ણ છરી વડે હુમલો કરી બંને મિત્રોને ગંભીર લોહિયાળ ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ "હવે જો આ રસ્તે ફરીવાર નીકળ્યા છો તો જાનથી મારી નાખીશું" એવી ધમકી આપી ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોલીસે BNS હેઠળ ગુનો નોંધ્યો ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા બંને મિત્રોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત રાહુલ બારૈયાની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે ત્રણેય આરોપીઓ સામે BNS એક્ટની કલમ 118(1), 115(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધીને તેઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા:રહીશો પરેશાન, નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે રોષ
    Next Article
    145 શિક્ષકોની જિલ્લા ફેર બદલી પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ:સ્થળ પર જ ઓનલાઇન ટ્રાન્સફર અને કાગળો સુપ્રત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment