Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મમ્મી, બધા સૂઈ ગયા પછી પપ્પા ખરાબ હરકત કરે છે':અમદાવાદમાં સગા પિતાના સગીર દીકરી સાથે શારીરિક અડપલાં, માતાની ફરિયાદ બાદ આરોપી ઘર છોડી ફરાર

    1 day ago

    અમદાવાદના વાડજ-નારણપુરા વિસ્તારમાં પવિત્ર બાપ-દીકરીના સંબંધને કલંકિત કરતી અને માનવતા શરમાઈ જાય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની સગીર વયની દીકરી સાથે રાત્રિના અંધારામાં શારીરિક અડપલાં કરનારા કળયુગી પિતા સામે માતાએ હિંમત દાખવીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ થતાં જ આરોપી પિતા ઘર છોડીને ફરાર થઈ ગયો છે. પિતાની છત્રછાયામાં રહેતી દીકરી અસુરક્ષિત મળતી માહિતી અનુસાર વાડજ-નારણપુરા વિસ્તારમાં રહેતા એક પરિવારનું ઘર નાનું હોવાથી તમામ સભ્યો એક જ રૂમમાં સૂતા હતા. એક દીકરી પિતાની છત્રછયામાં પોતાને સૌથી સુરક્ષિત સમજતી હોય છે, પરંતુ રાત્રે પરિવારના તમામ સભ્યો સૂઈ જાય ત્યારબાદ પિતા પોતાની જ સગીર દીકરીની નજીક જઈને અશોભનીય હરકતો અને શારીરિક અડપલાં કરતો હતો. શરૂઆતમાં દીકરીને આ હરકતો અંગે ખ્યાલ આવ્યો નહોતો. દીકરીની આપવીતી સાંભળી માતા સ્તબ્ધ થઈ ગઈ જોકે, પિતાની શંકાસ્પદ વર્તણૂક પર ધ્યાન આપતાં તેને ખાતરી થઈ ગઈ હતી કે પિતા તેની સાથે ગેરવર્તન કરી રહ્યા છે. આ ઘટનાથી ડરી ગયેલી દીકરી ગુમસૂમ રહેવા લાગી હતી. સવારે પિતા નિત્યક્રમ પૂર્ણ કરી નોકરીએ ગયા બાદ દીકરીએ ડરતા ડરતા પોતાની માતાને સમગ્ર આપવીતી જણાવી હતી. દીકરીની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયેલી માતાએ પોતાના સાસુ અને પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા કરી હતી. માતાએ દીકરીને ન્યાય અપાવવા હિંમત દર્શાવી માતાએ પતિને ફોન કરીને પૂછપરછ કરતાં તેણે 'ભૂલથી હાથ અડી ગયો હશે' તેમ કહીને વાત ગોળગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. પતિના જવાબથી શંકા દ્રઢ બનતાં માતાએ દીકરીના રક્ષણ અને ન્યાય માટે પોતાના જ પતિ વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ અને આરોપીની શોધખોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતાં જ આરોપી પિતા પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો છે. સ્થાનિક પોલીસે બનાવ અંગે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર પિતાને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    2 કલાક અમદાવાદ માટે ભારે, રેડ એલર્ટ જાહેર:બપોર બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ, થલતેજમાં ગાડીઓ તરવા લાગી; આવતીકાલે સ્કૂલોમાં રજા
    Next Article
    વડનગરમાં ગર્ભવતી મહિલાની છેડતી બાદ દાદાગીરી:જૂની અદાવતમાં ગાળાગાળી કરીને થારથી કચડવાનો પ્રયાસ કર્યો, 7 લોકો સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment