Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાનીયાડમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ:બોટાદ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સરકારી શાળામાં આયોજન

    12 hours ago

    બોટાદ તાલુકાના કાનીયાડ ગામે આવેલી સરકારી માધ્યમિક શાળામાં ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા આયોજિત તાલુકા કાનૂની સેવા સમિતિ, બોટાદ દ્વારા યોજાઈ હતી. શિબિરમાં દક્ષાબેન કેસરિયાએ ધોરણ ૯ થી ૧૨ની વિદ્યાર્થિનીઓને પોક્સો એક્ટ અને અન્ય કાયદાકીય માહિતી વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય રાજેશભાઈ જોધાણી અને શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. શાળા પરિવારે શિબિરમાં પધારેલા મહેમાનોને જરૂરી તમામ સહયોગ પૂરો પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ખાડીપૂરના રૌદ્ર રૂપ વચ્ચે ફાયર બ્રિગેડનું મેગા રેસ્ક્યુ ઓપરેશન:ગર્ભવતી મહિલા, બાળકો અને વૃદ્ધો સહિત 5થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર
    Next Article
    MLA Kirit Patel Supports Ambalal Patel | આગાહીકાર અંબાલાલ પટેલને કિરીટ પટેલનું સમર્થન | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment