Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એરલાઇન કંપનીની ઓફિશિયલ કેબમાં એર હોસ્ટેસ પર રેપ:હૈદરાબાદમાં ડ્યુટી પર જઈ રહી હતી, રસ્તો બદલીને ડ્રાઈવર સુમસામ જગ્યાએ લઈ ગયો; ધરપકડ

    9 hours ago

    તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં 37 વર્ષીય મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આરોપ મુજબ, ડ્યુટી પર જઈ રહેલી પ્રાઈવેટ એરલાઈનની મહિલા કેબિન ક્રૂ મેમ્બર સાથે તેની ઓફિશિયલ કેબના ડ્રાઈવરે રસ્તામાં દુષ્કર્મ આચર્યું. મહિલા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (RGIA) જઈ રહી હતી. પોલીસે 23 વર્ષીય આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. શમશાબાદથી એરપોર્ટ જતી વખતે ડ્રાઈવરે રસ્તો બદલ્યો પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના 20 જુલાઈની છે. મહિલા શમશાબાદથી એરપોર્ટ જવા માટે એરલાઈન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી ઓફિશિયલ કેબમાં બપોરે લગભગ 2.40 વાગ્યે સવાર થઈ હતી. કેબને નિર્ધારિત રૂટ પરથી એરપોર્ટ જવાનું હતું, પરંતુ ડ્રાઈવર તેને રસ્તો બદલીને એરપોર્ટ નજીક એક નિર્માણાધીન સાઈટ પાસેની એક નિર્જન જગ્યાએ લઈ ગયો. શમશાબાદ એસીપી વી. શ્રીકાંત ગૌડે જણાવ્યું કે આરોપી ડ્રાઈવરે શરૂઆતમાં મહિલાને કહ્યું કે તે ટોયલેટ માટે બહાર જઈ રહ્યો છે. ગાડીમાંથી બહાર નીકળ્યાના બે-ત્રણ મિનિટ પછી જ ડ્રાઈવર પાછો ફર્યો. તે કારના પાછળના દરવાજેથી અંદર ઘૂસ્યો અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. પીડિતાએ આરોપીને ધક્કો માર્યો, મદદ માટે બૂમો પાડી તપાસ અધિકારીઓએ જણાવ્યું કે પીડિતાએ હુમલાનો વિરોધ કર્યો અને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો. થોડીવાર પછી તેણે હિંમત કરીને આરોપીને ધક્કો મારવામાં સફળ રહી. તેણે તરત જ કારનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળીને બૂમો પાડતા નજીકમાં કામ કરી રહેલા એક મજૂર પાસેથી મદદ માંગી. પીડિતાને બૂમો પાડતી જોઈને આરોપી ડ્રાઈવર ગભરાઈ ગયો અને તરત જ કેબ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. એરપોર્ટ પોલીસ ચોકીમાં FIR નોંધાવી, આરોપી કસ્ટડીમાં ઘટનાના તરત જ પછી પીડિતા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ આઉટપોસ્ટ પહોંચી અને ફરિયાદ નોંધાવી. મહિલાના નિવેદનના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો (જેમ કે દુષ્કર્મ અને હુમલાની કલમો) હેઠળ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી દીધી. આરોપી એરાપોગુ પ્રશાંતની ધરપકડ, જેલમાં ધકેલ્યો પોલીસની વિશેષ ટીમે બીજા જ દિવસે, એટલે કે 21 જુલાઈએ આરોપીને ટ્રેક કરીને પકડી લીધો. આરોપીની ઓળખ તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના નિવાસી એરાપોગુ પ્રશાંત કુમાર તરીકે થઈ છે. આરોપીએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. સ્થાનિક કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. કેબ સર્વિસ સ્થાનિક ટ્રાવેલ એજન્સી આપી રહી હતી, એરલાઇનને નોટિસ જારી તપાસમાં સામે આવ્યું છે કે સંબંધિત કેબ સર્વિસનું સંચાલન સ્થાનિક ટ્રાન્સપોર્ટ એજન્સી કરી રહી હતી. એરલાઇને તેને પોતાના કર્મચારીઓને એરપોર્ટ લાવવા અને લઈ જવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સંસદની બહાર NDA-INDIA ગઠબંધન સામ-સામે:પ્રિયંકા સૂત્રોચ્ચાર કરતા NDAના સાંસદો પાસે પહોંચ્યા, સુરક્ષાકર્મીઓએ રોક્યાં; લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
    Next Article
    દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, CMની ઈમરજન્સી બેઠક:ભિલાડમાં 24 કલાકથી લોકો છત પર, વલસાડમાં પુલ તૂટ્યો, નવસારીમાં 2,000 લોકોનું સ્થળાંતર; સુરતમાં ફરી ખાડીપૂર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment