Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદની બહાર NDA-INDIA ગઠબંધન સામ-સામે:પ્રિયંકા સૂત્રોચ્ચાર કરતા NDAના સાંસદો પાસે પહોંચ્યા, સુરક્ષાકર્મીઓએ રોક્યાં; લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

    12 hours ago

    સંસદના ચોમાસુ સત્રના ચોથા દિવસે ગુરુવારે સંસદ ભવન પરિસરમાં NDA અને વિપક્ષ સામસામે આવી ગયા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિત વિપક્ષી સાંસદોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. ઇન્ડિયા બ્લોકના સાંસદો સામે NDAના સાંસદો પણ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા. સંસદમાં આજે સતત ચોથા દિવસે NEET પેપર લીક અને કોકરોચ પાર્ટીના પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના મુદ્દે હોબાળો થયો. જ્યારે ઇન્ડિયા બ્લોક NEET પેપર લીકને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યું છે. સંસદની અંદર પણ વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો. આને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થયાના થોડા જ મિનિટો પછી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બાદમાં 12 લાગ્યે સંસદની કાર્યવાહી ફરી શરુ થઈ. કાર્યવાહી શરું થતા જ વિપક્ષે હોબાળા મચાવતા બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. સંસદમાં પ્રદર્શનની તસવીરો… સંસદની કાર્યવાહી સાથે જોડાયેલા પળે-પળના અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    આજથી કોમનવેલ્થ ગેમ્સ 2026:125 ભારતીય ખેલાડીઓ 8 રમતમાં ભાગ લેશે; 1,168 મેડલ માટે 3,000+ એથ્લેટ્સ વચ્ચે મુકાબલો થશે, જાણો બધું જ
    Next Article
    એરલાઇન કંપનીની ઓફિશિયલ કેબમાં એર હોસ્ટેસ પર રેપ:હૈદરાબાદમાં ડ્યુટી પર જઈ રહી હતી, રસ્તો બદલીને ડ્રાઈવર સુમસામ જગ્યાએ લઈ ગયો; ધરપકડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment