Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ બેંક ચૂંટણી: ચૂંટાયેલા ડિરેક્ટરોએ આક્ષેપો ફગાવ્યા:વહીવટમાં સહકાર આપવા અને દુષ્પ્રચાર બંધ કરવા વિરોધીઓને હાકલ

    19 hours ago

    પાટણ નાગરિક સહકારી બેંકની તાજેતરની ચૂંટણી અને વાર્ષિક સાધારણ સભા બાદ વિરોધ પક્ષ દ્વારા કરાયેલા આક્ષેપો સામે ચૂંટાયેલા નવા ડિરેક્ટરોએ પત્રકાર પરિષદ યોજી તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બેંકની ચૂંટણીમાં બહુમતીથી વિજેતા થયેલા 9 ડિરેક્ટરોના પ્રતિનિધિ દિલીપ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સભાસદોએ તેમના પર વિશ્વાસ મૂકી તેમને વિજય અપાવ્યો છે. તેમણે સામસામે પેનલ દ્વારા ચૂંટણી દરમિયાન કરાયેલા આક્ષેપોનો જવાબ આપવાને બદલે સભાસદોના હિતમાં કામ કરવાનું પસંદ કર્યું છે. પટેલે સ્પષ્ટ કર્યું હતું કે ચેરમેન અને એમડીની પસંદગી નવા ચૂંટાયેલા 9 ડિરેક્ટરોમાંથી જ એકમતે કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તમામ 9 ડિરેક્ટરો એકજૂથ છે અને બેંકના હિતમાં કાર્ય કરશે. વિરોધીઓ દ્વારા કરવામાં આવેલા ભરતી કૌભાંડ અને ₹25 લાખના ખોટા ખર્ચના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું હતું કે ₹25 લાખનો કોઈ ખોટો ખર્ચ કરવામાં આવ્યો નથી. મતગણતરી સમયે સામેના પક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવતા બંદોબસ્ત માટે પોલીસ બોલાવવી પડી હતી, જેનો ₹6 થી ₹7 લાખનો ખર્ચ બેંક પર પડ્યો છે. ભરતી અંગે તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં કે વર્તમાનમાં જે પણ તપાસ કે કાયદાકીય કાર્યવાહી થશે તેમાં તેઓ પૂરો સહકાર આપશે અને કોર્ટના દરેક આદેશનું પાલન કરશે. તેમણે સમાજમાં દુષ્પ્રચાર બંધ કરવા અને બેંકના વહીવટને યોગ્ય રીતે ચાલવા દેવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલ ચાંદીપુરા વાયરસ સામે સજ્જ,:ચાંદીપુરા વાયરસને લઈ જૂનાગઢ સિવિલ તંત્ર એલર્ટ, સ્ટાફને અપાઈ ખાસ ટ્રેનિંગ અને અલગ વોર્ડ ઊભો કરાયો,ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી અને સ્વચ્છતા જાળવવા સુપરિન્ટેન્ડેન્ટની અપીલ
    Next Article
    "The Future Is Theirs": After Salman Khan-R Madhavan, Alia Bhatt Backs Students' Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment