Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલ ચાંદીપુરા વાયરસ સામે સજ્જ,:ચાંદીપુરા વાયરસને લઈ જૂનાગઢ સિવિલ તંત્ર એલર્ટ, સ્ટાફને અપાઈ ખાસ ટ્રેનિંગ અને અલગ વોર્ડ ઊભો કરાયો,ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી અને સ્વચ્છતા જાળવવા સુપરિન્ટેન્ડેન્ટની અપીલ

    20 hours ago

    ​ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો ફરીથી સામે આવી રહ્યા છે, જેને પગલે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે આરોગ્ય આયોજન તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને દર્દીઓની સુવિધા તેમજ ત્વરિત સારવાર માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ​જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસની ગંભીરતાને ધ્યાને રાખીને પિડિયાટ્રિક્સ એટલે કે બાળકોના વિભાગના તમામ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને લેબોરેટરી વિભાગના સ્ટાફને વિશેષ ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. આ તાલીમનો મુખ્ય હેતુ એ છે કે જો ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતું કોઈ બાળક હોસ્પિટલે આવે તો તેની ઓળખ તાત્કાલિક થઈ શકે. આ ઉપરાંત, બાળકની જરૂરી તપાસ અને તે પછી આપવાની થતી સારવાર અંગે પણ તમામ સ્ટાફને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ​દર્દીઓની સુવિધા અને વાયરસના સંક્રમણને રોકવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિક્સ વોર્ડમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો માટે સારવારની એક અલગ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર આ વાયરસની સારવારમાં ઉપયોગી એવી તમામ જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવી દેવાયો છે. હાલની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આજદિન સુધી ચાંદીપુરા વાયરસનો એક પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથી, જે રાહતની વાત છે. ​ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના નાના બાળકો માટે અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થતો ચેપી રોગ છે. આ વાયરસ ખાસ કરીને 'સેન્ડ ફ્લાય' એટલે કે માટીની માખી કરડવાથી ફેલાય છે, જે મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારોના કાચા મકાનો કે લીંપણવાળી દીવાલોની તિરાડોમાં વસવાટ કરે છે. આ વાયરસ સીધો મગજ પર ગંભીર અસર પહોંચાડે છે. જો બાળક આ વાયરસની ચપેટમાં આવે તો તેને 102 થી 106 ડિગ્રી સુધીનો અચાનક તીવ્ર તાવ આવવો, ઉલટી અને ઝાડા થવા, માથું દુખવું, બેભાન થઈ જવું તેમજ આંચકી એટલે કે ખેંચ આવવી જેવાં ગંભીર લક્ષણો જોવા મળે છે. ​આ વાયરસ સામે હાલમાં કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી અને તે માત્ર 48 થી 72 કલાકના ટૂંકા ગાળામાં જીવલેણ બની શકે છે. આથી જ જો બાળકમાં આવા કોઈ પણ લક્ષણો દેખાય તો વાલીઓએ સહેજ પણ વિલંબ કર્યા વિના તુરંત જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે. આ ઉપરાંત, વાયરસના ફેલાવાને અટકાવવા માટે ઘરની આસપાસ પૂર્ણ સ્વચ્છતા જાળવવી અને કાચા કે માટીવાળા ઘરોમાં યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો હિતાવહ છે.
    Click here to Read More
    Previous Article
    પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક 4 લાખની કમાણી:દાહોદના ભરત પટેલ બન્યા અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત
    Next Article
    પાટણ બેંક ચૂંટણી: ચૂંટાયેલા ડિરેક્ટરોએ આક્ષેપો ફગાવ્યા:વહીવટમાં સહકાર આપવા અને દુષ્પ્રચાર બંધ કરવા વિરોધીઓને હાકલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment