Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણપુરમાં કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન:દિલ્હી ઘટનાના વિરોધમાં ચક્કાજામ, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

    8 hours ago

    રાણપુર શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા દિલ્હીના જંતર-મંતર ખાતે 20 જુલાઈ, 2026ના રોજ થયેલી ઘટનાના વિરોધમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો શહેરના મુખ્ય માર્ગ પર એકત્ર થયા હતા. તેમણે સરકાર વિરોધી બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તા પર બેસીને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ જંતર-મંતરની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે યુવાનો સાથે અન્યાય થયો છે અને તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. તેમને પોલીસ વાનમાં બેસાડી રાણપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. રાણપુર કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે જો તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની જાહેરાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અતિભારે વરસાદથી અમદાવાદ બાનમાં, CM પણ ફસાયા:40 મિનિટમાં 4 ઈંચ, સોસાયટીઓ ડૂબી, અંડરબ્રિજો બંધ; જ્યાં જુઓ ત્યા માત્ર પાણી અને વાહનોની લાંબી કતાર
    Next Article
    બોટાદમાં તુરખા રોડ પાણીમાં ગરકાવ:નગરપાલિકાની બેદરકારીથી કામ અધૂરું; રાહદારીઓ, વાહનચાલકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment