Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈવેની પીઆઈયુ કચેરી વડોદરામાં કાર્યરત થશે:સાંસદ ડો. હેમાંગ જોષીની રજૂઆત રંગ લાવી, હાઇવે પરના નેરોગેજ બ્રિજ પહોળા કરવાનું કામ પૂર્ણતાના આરે

    1 day ago

    વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાને લઈને સાંસદના ઝીરો અવર્સમાં રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેઓએ નેશનલ હાઇવે ઓથોરિટીની કચેરી અને પીઆઈયુ કચેરી વડોદરામાં કાર્યરત થાય તેવી પણ રજૂઆત કરી હતી જે હવે રંગ લાવી છે. શહેરની આસપાસ નેરોગેજ બ્રિજના સ્થાને નવા લગભગ પૂર્ણતાના આરે છે. હાલમાં ચોમાસુ સત્રમાં કેન્દ્રીય મંત્રીએ સાંસદને આ અંગે પત્ર લખી માહિતી આપી હતી. વડોદરાના ચાર બ્રિજ પહોળા કરવા અંગેની રજૂઆત વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ મજબૂત અને સુચારુ બનાવવાના હેતુથી વિશ્વામિત્રી, જાંબુઆ, બામણગામ અને પોર ગામે બ્રિજ નિર્માણની મહત્વપૂર્ણ કામગીરી હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. જો કે કેટલાક બ્રિજ ઉપરથી વાહનવ્યવહાર શરુ થઇ ગયો છે. વડોદરાથી ભરૂચ અને અંકલેશ્વર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા વિવિધ ઉદ્યોગોને કારણે સતત ચોવીસ કલાક ધમધમતા આ માર્ગ પર ભારે વાહનોની અવરજવરથી અવારનવાર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. કેન્દ્રીય મંત્રીએ ત્વરિત કાર્યવાહીના આદેશો આપ્યા આ વ્યાપક સમસ્યાના કાયમી અને સત્વરે નિરાકરણ માટે વડોદરાના યુવા સાંસદ ડૉ. હેમાંગ જોષીએ સંસદના સત્ર દરમિયાન ઝીરો અવર્સમાં કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ વિભાગના રાજ્યમંત્રી અજય ટમટા સમક્ષ જોરદાર રજૂઆત કરી હતી. સાંસદની આ સચોટ રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ ત્વરિત કાર્યવાહીના આદેશો આપ્યા હતા, જેના પરિણામે ઉપરોક્ત ચારેય સ્થળોએ બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થવાને આરે આવી છે અને આગામી સમયમાં મધ્ય ગુજરાત તેમજ ભરૂચ-અંકલેશ્વરના ઔદ્યોગિક ક્ષેત્રના વાહનચાલકોને મોટી રાહત મળશે. પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ રાજપીપળાથી વડોદરા સ્થળાંતરિત આ રાષ્ટ્રીય ધોરીમાર્ગના અસરકારક સંચાલન અને દેખરેખ માટે શહેરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સ્થાનિક કચેરી શરૂ કરવી અત્યંત અનિવાર્ય હોવાથી સાંસદ દ્વારા તે મુદ્દે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાંસદના આ પ્રયાસોના પરિણામે વડોદરા શહેરમાં હાઈવે ઓથોરિટી અંતર્ગત પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU) કચેરી હવે સત્તાવાર રીતે કાર્યરત થઈ ગઈ છે, જે અગાઉ રાજપીપળા ખાતે કાર્યરત હતી જેના કારણે ટ્રાફિક નિયમન અને માર્ગને લગતી અન્ય સમસ્યાઓનો ખૂબ જ ઝડપથી અને સંતોષકારક નિકાલ આવશે તેવી પ્રબળ આશા ઉદ્યોગગૃહોમાં જાગી છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનો પણ લાભ મળશે આ ઉપરાંત, આગામી દિવસોમાં વડોદરા-નવસારી સેક્શનની કામગીરી પૂર્ણ થતાં જ ભારે માલવાહક વાહનો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ શકશે, જેનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પરના ટ્રાફિક ભારણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વાહનચાલકોનો કિંમતી સમય તથા ઇંધણ બચી શકશે.સાંસદની ઝીરો અવર્સ ની ચર્ચા સંદર્ભે અન્ય કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવાયા હતા. આગામી દિવસોમાં વડોદરા નવસારી સેક્સનની કામગીરી પૂરી થતાં ભારે માલવાહક વાહનો એક્સપ્રેસ વે પરથી પસાર થશે. આમ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનો લાભ મળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ઉપરના વાહન વ્યવહારમા ઘટાડો થતાં વાહન ચાલકોને પણ રાહત થશે.
    Click here to Read More
    Previous Article
    મોરબી-બોટાદના મત્સ્યઉદ્યોગ અધિકારી રાજકોટમાં 50 હજારની લાંચ લેતા ઝડપાયા:ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા તથા રિજેક્ટ થયેલ ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ પરત આપવા માટે પૈસા માગતા ACBએ દબોચ્યો
    Next Article
    આજે 3 જિલ્લામાં રેડ અને 11માં ઓરેન્જ એલર્ટ:સુરતમાં ખાડીઓનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ, રાજ્યમાં સિઝનનો 31 ટકા વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment