Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડબલ મર્ડરના આરોપીની હત્યાની કોશિશના ગુનામાં એકની ધરપકડ:રૂપિયાની લેતીદેતી મામલે કૌટુંબિક શખ્સો વચ્ચે થયેલ મારામારીનો વિડીયો વાયરલ થતા ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યું

    11 hours ago

    રાજકોટના સોમનાથ સોસાયટીમાં રહેતા ભરવાડ સમાજના કૌટુંબિક સબંધીઓ વચ્ચે રૂપિયાની લેતીદેતી મામલે થયેલ ડબલ મર્ડર કેસમાં આરોપી ભત્રીજા હાર્દિક ધોળકિયા ઉપર મૃતકના પુત્ર લાખા ધોળકિયા સહીત ચાર શખ્સોએ માર મારી હત્યાની કોશિશ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન એક વિડીયો વાયરલ થતા તેમાં આરોપીના હાથમાં એક પિસ્તોલ દેખાતી હતી જેથી પોલીસ આરોપીના ઘરે ઝડતી લેતા એક પિસ્તોલ તેમજ 6 જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસ વધુ એક ફરિયાદ આર્મ્સ એક્ટ હેઠળ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. રાજકોટ એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, 20 જુલાઈના રોજ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરની ઘટના બની હતી જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા અને આ હત્યા તેનાજ કૌટુંબિક ભત્રીજા હાર્દિક ધોળકિયાએ નિપજાવી હતી. રૂપિયાની લેતીદેતી મામલે થયેલ બબાલમાં સામસામે મારામારી થઇ હતી અને આરોપી હાર્દિક ધોળકિયાને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેના દ્વારા મૃતક સુરેશ ધોળકિયા તેના પુત્ર લાખા ધોળકિયા સહીત 4 શખ્સો સામે હત્યાની કોશિશ અંગે ફ્રિયા નોંધાવતા પોલીસ દ્વારા આ કેસમાં આજ રોજ આરોપી લાખા ધોળકિયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાના બનાવ બાદ સાંજના સમયે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં હત્યાની કોશિશના ગુનાના આરોપી લાખા ધોળકિયાના હાથમાં એક હથિયાર હોવાનું જોવા મળતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેના ઘરે ઝડતી લેવામાં આવતા એક પિસ્તોલ અને જીવતા કાર્ટીસ મળી આવતા અલગથી ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને ફરાર અન્ય આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ડબલ મર્ડર કેસમાં મૃતકના પુત્રએ નોંધાવી ફરિયાદ મૃતકના પુત્ર લાખા સુરેશભાઈ ધોળકીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 19 જુલાઈને રાત્રે 1 વાગ્યા આસપાસ હાર્દીક મારા કાકાના ઘર સામે ઉભો રહી ગાળો બોલતો હતો અને અમારો ભાગ કેમ આપતા નથી કહી તેના પડખામાંથી છરી કાઢી પિતા સુરેશભાઈ અને કાકા રાજેશભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો જેમાં પ્રથમ સુરેશભાઈ અને થોડા કલાકો બાદ રાજુભાઈનું મોત થતા હત્યા અંગેની ફરિયાદ આરોપી હાર્દિક ધોળકિયા વિરુધ્ધ દાખલ કરવામાં આવી છે. ડબલ મર્ડરના આરોપી હાર્દિકએ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી ડબલ મર્ડરના આરોપી હાર્દિક ધુળાભાઈ ધોળકિયા (ઉં.વ.27)ને પણ મૃતક સુરેશભાઈ ઉર્ફે સુરાભાઈ બાલાભાઈ ધોળકીયા, લાખા સુરેશભાઈ ધોળકીયા, રાજેશભાઈ બાલાભાઈ ધોળકીયા અને શિવા નથુભાઈ ડોંડાએ છરી તથા લોખંડના પાઇપ વડે માથામા અને શરીરના અલગ અલગ ભાગે જીવલેણ ઘા ઝીંકી દેતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેથી બનાવ અંગે હાર્દિક ધોળકિયા દ્વારા તમામ ચાર આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ અંગે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    Young Edge | Beyond NEET demands, Pune students debate Jantar Mantar protest
    Next Article
    અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ-DRIનું મેગા ઓપરેશન:અબુ ધાબીથી આવેલા ટુર ઓપરેટરે ગ્રાહકોના ખિસ્સામાં તો દુબઈના બે પેસેન્જરે કોલરમાં સોનુ સંતાડ્યું, ₹1.33 કરોડનું સોનું જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment