Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ-DRIનું મેગા ઓપરેશન:અબુ ધાબીથી આવેલા ટુર ઓપરેટરે ગ્રાહકોના ખિસ્સામાં તો દુબઈના બે પેસેન્જરે કોલરમાં સોનુ સંતાડ્યું, ₹1.33 કરોડનું સોનું જપ્ત

    10 hours ago

    અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સોનું લઈને નીકળેલા મુસાફરોને અસલી પોલીસે લૂંટી લીધાની તાજેતરની ઘટના બાદ કસ્ટમ્સ અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે પોતાના બાતમીદારોને સક્રિય કરીને એરપોર્ટ પર બાજ નજર રાખવાનું સઘન બનાવતા જ મોટી સફળતા મળી છે. કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સતત બે દિવસમાં બે જુદા-જુદા કેસ કરીને અબુ ધાબી અને દુબઈથી આવેલા મુસાફરો પાસેથી 1.33 કરોડથી વધુની કિંમતનું 24 કેરેટ શુદ્ધતા ધરાવતું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. પ્રથમ કેસ: મહેસાણાના ટૂર ઓપરેટરે ગ્રાહકોને ‘કેરિયર’ બનાવ્યા અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ કસ્ટમ્સના એઆઈયુ (AIU)ના અધિકારીઓએ ગત 21 જુલાઈના રોજ ફ્લાઇટ નંબર 3L111 મારફતે અબુ ધાબીથી આવેલા એક પુરુષ ટૂર ઓપરેટર અને તેના ગ્રાહકોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન ગ્રાહકોના ખિસ્સામાંથી 24 કેરેટ સોનાની ચેઈન, પેન્ડન્ટ અને મણકા મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, ભારતમાં ગેરકાયદેસર દાણચોરી કરવા માટે આ સોનું ટૂર ઓપરેટરે જ પોતાના ગ્રાહકોને આપ્યું હતું. આ કેસમાં ટૂર ઓપરેટર સહિત તમામ મુસાફરો મહેસાણાના હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે 1,13,85,477ની કિંમતનું 770.33 ગ્રામ સોનું જપ્ત કરી કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ મુખ્ય સૂત્રધાર એવા ટૂર ઓપરેટરની ધરપકડ કરી છે. બીજો કેસ: શર્ટના કોલરમાં સોનાની પેસ્ટ બનાવી લાવનાર મહારાષ્ટ્રના મુસાફરો પકડાયા બીજી તરફ, 22મી જુલાઈના રોજ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ની ચોક્કસ બાતમીના આધારે કસ્ટમ્સની ટીમે દુબઈથી ફ્લાઇટ નંબર 6E-1478 માં આવેલા બે પુરુષ મુસાફરોને ઝડપી પાડ્યા હતા. ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું કે, મુસાફરોએ પોતાના શર્ટના કોલરની અંદર અત્યંત ચાલાકીપૂર્વક સોનાની પેસ્ટ છુપાવી રાખી હતી. કસ્ટમ્સ ટીમે આ પેસ્ટને પ્રોસેસ કરીને 24 કેરેટ શુદ્ધતા ધરાવતી ટીટી બારમાં ફેરવી હતી. પકડાયેલા બે મુસાફરો પૈકી એક મુંબઈનો અને બીજો મહારાષ્ટ્રના ઉલ્હાસનગરનો વતની હોવાનું ખુલ્લું છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ 19,48,034ની કિંમતનું 129.18 ગ્રામ સોનું જપ્ત કરી કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે. કસ્ટમ્સ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ આ સોનાના દાગીનાની દાણચોરી કરીને લાવેલા મુસાફરો માત્ર કેરિયર હતા કે મુખ્ય માલિકો તેમજ આ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું, તે દિશામાં કસ્ટમ્સ અધિકારીઓએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડબલ મર્ડરના આરોપીની હત્યાની કોશિશના ગુનામાં એકની ધરપકડ:રૂપિયાની લેતીદેતી મામલે કૌટુંબિક શખ્સો વચ્ચે થયેલ મારામારીનો વિડીયો વાયરલ થતા ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યું
    Next Article
    87 fraudulent transactions, Rs 340 crore siphoned from Chandigarh civic funds; ex-bank manager named ‘mastermind’ in CBI chargesheet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment