Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોની નગરપાલિકાની જમીન પર ભૂ-માફિયાઓની નજર:રાજાશાહી વખતના બોગસ રૂકાઓ અને વહીવટો આગળ ધરી દબાણ કરવાનો પ્રયાસ, સિટી સર્વે વિભાગ સામે ઉઠ્યા ગંભીર સવાલો

    1 day ago

    જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં નગરપાલિકાની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવાનો મોટો ખેલ સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. નગરપાલિકા વિસ્તારમાં ભૂ-માફિયાઓ અને અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. મોકાની જમીન હડપ કરવા માટે રાજાશાહી વખતના બોગસ રૂકાઓ અને ગેરકાયદેસર વહીવટો આગળ ધરીને પેશકદમી કરવાનો ખુલ્લો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ગેરરીતિ સામે આવતા જ હવે નગરપાલિકા તંત્ર કાયદાકીય લડત માટે લાલઘૂમ બન્યું છે. 1500 વાર જમીન બચાવવા 15-15 વખત રજૂઆતો છતાં સિટી સર્વે નિષ્ક્રિય વોર્ડ નંબર-2ના નગરપાલિકા સદસ્યના જણાવ્યા અનુસાર પાલિકાની બહાર આવેલી આશરે 1400થી 1500 વાર જેટલી અત્યંત કિંમતી અને મોકાની સરકારી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા માટે ભૂ-માફિયાઓ દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. સરકારી મિલકત હડપવાના આ કાવતરા સામે પાલિકાએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. જમીન બચાવવા માટે નગરપાલિકા દ્વારા સિટી સર્વે કચેરીમાં 15-15 વખત લેખિત રજૂઆતો અને અરજીઓ કરવામાં આવી હોવા છતાં યોગ્ય કડક કાર્યવાહી કરાઈ નથી. ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાંની માંગ: તંત્રની નિષ્ક્રિયતા કે મિલીભગતથી જો ભૂ-માફિયાઓની તરફેણમાં હુકમ થાય તો પાલિકાએ કરોડોની જમીન ગુમાવવી પડે તેમ છે. જેને પગલે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહીની લોકમાંગ ઉઠી છે. ભૂતકાળમાં 12 ગેરકાયદેસર દબાણો હટાવ્યા હતા: ચીફ ઓફિસર રામજી ધોળકિયા આ સમગ્ર જમીન વિવાદ અંગે માંગરોળ નગરપાલિકાના ચીફ ઓફિસર રામજી ધોળકિયાએ કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરતા વિગતો આપી હતી. ટાવર ગાર્ડનની બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર એકાદ વર્ષ પહેલાં 10થી 12 દુકાનોનું ગેરકાયદેસર દબાણ થયું હતું, જે નગરપાલિકાએ નોટિસ આપીને કાયદેસર રીતે દૂર કર્યું હતું. ત્યારબાદ એક ઇસમે કલેક્ટર કચેરીમાં અપીલ કરતા કેસ રિમાન્ડ થઈ સિટી સર્વેમાં આવ્યો છે. 1952-53ના ગુજરાત સરકારના જાહેરનામા મુજબ આ પ્લોટ નગરપાલિકાને સોંપાયેલ છે, જેથી તેના પર પાલિકાની જ સંપૂર્ણ માલિકી છે. સિટી સર્વેમાં પાલિકા પક્ષકાર તરીકે જોડાઈને દર મુદતે પોતાનો મજબૂત પક્ષ રજૂ કરી રહી છે. જમીન મુદ્દે મહત્ત્વના પાસાઓ એક નજરે ટાવર ગ્રાઉન્ડ રમતવીરો માટે ફાળવવા રજૂઆત: લિનેશ સોમૈયા બીજી તરફ, રમતગમત અને સ્થાનિક વિકાસ અંગે માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયાએ જણાવ્યું હતું કે, વર્ષો જૂનું ટાવર ગ્રાઉન્ડ જે ક્રિકેટના મેદાન તરીકે વપરાય છે, તેની રેવન્યુ જગ્યા જો નગરપાલિકાને સોંપવામાં આવે તો સ્થાનિક રમતવીરો માટે ઉત્તમ તકો ઊભી થઈ શકે છે. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય સાથે મળીને કલેક્ટર અને તાજેતરમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા આ બાબતે ઝડપી અને સકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    NEET પેપર લીક અને વિરોધ પ્રદર્શન મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસના ધરણાં:વિપક્ષી નેતાઓ અને કાર્યકરો વિરોધ નોંધાવવા રસ્તે ઊતર્યા, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે એવી માગ
    Next Article
    'તમે ગઝનવી અને કાસિમના અનુગામી છો':ભાવનગરમાં મદ્રેસામાં શિક્ષણના નામે બાળકોના મનમાં 'ઝેર' ભરતા મૌલાનાની ધરપકડ, ડાયરીમાંથી વાંધાજનક લખાણ મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment