Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET રી-એક્ઝામ પેન-પેપરથી જ થશે:સુપ્રીમ કોર્ટે કહ્યું- એજન્સીઓ પહેલાથી જ દબાણમાં છે, અત્યારે પરીક્ષાની રીત બદલવી શક્ય નથી

    2 weeks ago

    સુપ્રીમ કોર્ટે 21 જૂને યોજાનારી NEET રી-એક્ઝામને કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)માં કરાવવાની માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કેસની આગામી સુનાવણી જુલાઈમાં નક્કી કરી છે. આથી, 21 જૂને યોજાનારી પરીક્ષા હાલ પૂરતી પેન-પેપરથી જ થશે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચ RJD સાંસદ સુધાકર સિંહની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદારના વકીલે NEETની ફરીથી પરીક્ષા કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટમાં કરાવવાની માંગ કરી હતી. દેશભરમાં 3 મેના રોજ NEET-UG પરીક્ષા યોજાઈ હતી. 7 મેની સાંજે પેપર લીકની ખબર સામે આવી હતી. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી. 21 જૂને રી-એક્ઝામ યોજાશે. અરજીમાં 4 મોટા ફેરફારની માંગ સંસદીય સમિતિમાં NTAના સ્થાને નવી સંસ્થાનો પ્રસ્તાવ આ તરફ સંસદની શિક્ષણ, મહિલા, બાળ, યુવા અને રમતગમત બાબતોની સ્થાયી સમિતિની બેઠક સોમવારે યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે કરી હતી. તેમાં NEET પરીક્ષા, NTA અને પેન-પેપર વિરુદ્ધ CBT વિશે ચર્ચા થઈ હતી. યુનાઈટેડ ડોકટર્સ ફ્રન્ટ (UDF) એ સમિતિને જણાવ્યું કે NEET સંબંધિત પ્રશ્નો ફક્ત પરીક્ષાની પદ્ધતિ પૂરતા મર્યાદિત નથી, પરંતુ પારદર્શિતા, જવાબદારી અને પરીક્ષા લેતી એજન્સીની વિશ્વસનીયતા સાથે પણ જોડાયેલા છે. સંગઠને NTA ને ભંગ કરીને સંસદના કાયદા હેઠળ નવી રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા બનાવવાની માંગ કરી. UDF એ એમ પણ કહ્યું કે NEET-UG 2026 પેપર લીકની તપાસને 2024 ની પરીક્ષા સાથે સંકળાયેલા વિવાદો સાથે જોડીને જોવી જોઈએ. સંગઠને સમગ્ર મામલાની સમયબદ્ધ અને પારદર્શક તપાસની માંગ કરી. NEET પેપર લીકમાં અત્યાર સુધીમાં 13 ની ધરપકડ, 21 જૂને પરીક્ષા NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 સેન્ટરોમાં યોજાઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારો સામેલ થયા હતા. NTA અનુસાર, 7 મેની સાંજે પરીક્ષામાં ગેરરીતિની સૂચના મળી હતી. આ પછી મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી અને રી-એક્ઝામનો નિર્ણય લેવામાં આવ્યો. 15 મેના રોજ શિક્ષણ મંત્રાલય અને NTA એ NEET રી-એક્ઝામની તારીખ 21 મેના રોજ હોવાની જાહેરાત કરી. આ મામલાની તપાસ CBI કરી રહી છે. અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. NEETથી મેડિકલ કોલેજમાં એડમિશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ભારતમાં મેડિકલ અને ડેન્ટલ કોર્સિસમાં એડમિશન માટે લેવાતી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા છે. તેની શરૂઆત 2013માં થઈ હતી. આ પરીક્ષા દ્વારા દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS, BDS, આયુષ (BAMS, BHMS) અને નર્સિંગ જેવા કોર્સિસમાં પ્રવેશ મળે છે, જેમાં AIIMS અને JIPMER જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ સામેલ છે. દેશમાં લગભગ 1 લાખથી વધુ MBBS અને 27000થી વધુ BDS સીટો છે.
    Click here to Read More
    Previous Article
    ટ્વિશા કેસ- CBI ગિરિબાલા અને સમર્થને લઈને ઘરે પહોંચી:80 કિલોના ટ્વિશાના પુતળાને ફાંસી પર લટકાવીને સીન રીક્રિએટ કર્યો, CBIએ પુછ્યા સવાલ
    Next Article
    ગોધરામાં કરિયાણાની દુકાનમાં આગ લાગી:જહુરપુરા શાક માર્કેટમાં બાજુની દુકાનમાં પ્રસરી, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment