Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં વરસાદ શરૂ, વાતાવરણમાં ઠંડક પ્રસરી:ચર્ચ સર્કલ નજીક ટ્રાફિકજામ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

    16 hours ago

    ગોધરા શહેરમાં સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થયો હતો. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ થયેલા આ વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થશે તેવી આશા સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. જોકે, વરસાદ શરૂ થતાં જ ગોધરા શહેરના ચર્ચ સર્કલ વિસ્તારમાં વાહનોની અવરજવર ધીમી પડી હતી. આના કારણે માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ શહેરમાં વરસાદી માહોલ યથાવત્ છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'તમે ગઝનવી અને કાસિમના અનુગામીઓ છો':ભાવનગરમાં મદ્રેસામાં શિક્ષણના નામે બાળકોના મનમાં 'ઝેર' ભરતા મૌલાનાની ધરપકડ, ડાયરીઓમાંથી સ્ફોટક લખાણ મળ્યું
    Next Article
    સુરતીઓને 8 વાગ્યા સુધીમાં ઘેર પહોંચી જવા મ્યુ. કમિશનરની અપીલ:સુરત પર ફરી ‘ખાડી પૂર’નું સંકટ, મધ્યરાત્રિથી સવારના 4 વાગ્યા સુધી અતિભારે વરસાદનું રેડ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment