Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મૂળભૂત અધિકારો ધારણનો આત્મા છે સરકાર આત્માને તોડી રહી છે':ડરી ગયેલી ભાજપ સતાની ખુરશી જશે એના કારણે વિરોધ કરનારાને જેલમાં ધકેલી રહી છે: શક્તિસિંહ ગોહિલ

    13 hours ago

    દિલ્લીમાં જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, NEET પરીક્ષા આપનાર દેશના 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેને શ્રધ્ધા સુમન અર્પણ કરું છું. દેશનું બંધારણ ભારતનું બંધારણ શ્રેષ્ઠ બંધારણ છે. નિશ્વાર્થ પણે જે બંધારણ બનાવ્યું એમાં મૂળભૂત અધિકાર મળેલા જે અધિકાર બંધારણનો આત્મા છે ભાજપ આત્માને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. વધુમા કહ્યું કે, ધરણા અને રેલી દેખાવ અને અવાજ ઉઠાવવાનો દરેક નાગરિકને અધિકાર છે. ક્યારેય ન બની એવી ઘટના વારંવાર બને છે. કોંગ્રેસ કે અન્ય સરકારના શાસનમાં ગુજરાતના સચિવાલય નજીક ચ-5 રોડ પર સરકાર વિરુધ્ધ જેને આંદોલન કરવું તેને ધરણા માટે જગ્યા આપવામાં આવતી હતી તેમાં પણ છાંયડો અને પાણી સરકાર વ્યવસ્થા કરી આપતી હતી. '12 વર્ષની દીકરી પર લાઠીઓ મારી તે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ છે' 'આજે ધરણા માટે પોલીસ પરવાનગી માંગે છે. દિલ્લીમાં શાંતિપૂર્ણ રેલી નીકળી કોઈ પાસે હથિયાર ન હતા માત્ર અહંકારના કારણે લાઠીચાર્જ કરવામાં આવ્યા. 12 વર્ષની દીકરી પર લાઠીઓ મારી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ છે. ભાજપની બર્બરતા કારણે યુવાનો ભોગ બની રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જંતર મંતર ધરણા માટે વર્ષોથી આપવામાં આવ્યું છે હવે પોલીસ ખાલી કરો ખાલી કરોના સ્પીકર પર નારા લગાવે છે. સરકાર ચર્ચા કરવા તૈયાર છે પરંતુ સભા મોકૂફ વગર. કોંગ્રેસ સમયમાં સભા મોકૂફ રાખીને ચર્ચા કરતી હતી. વિસ્તૃત ચર્ચા થાય એ જરૂરી છે. NEET પેપર લીક કારણે 21 વિદ્યાર્થી આત્મહત્યા કરી છે. ભાજપ નેતાઓને કહેવા માંગુ છું કોંગ્રેસના શાસનમાં તમાંરા સબંધી કેટલા રૂપિયામાં ડોક્ટર થયા હતા? નજીવી રકમમાં કોંગ્રેસના શાસનમાં ડોક્ટર થવાતું હતું. ઉત્તમ શિક્ષણ કોંગ્રેસ સરકારમાં મળતું આજે આ શિક્ષણ વ્યાપાર બની ગયું છે. સરકારી શાળા કોલેજ બંધ થઇ રહી છે. ઘરબાર ગીરવે મૂકી ભણાવવાની નોબત દેશના નાગરિકોને પડે છે. 'પૈસાના જોરે પેપર લીક કરાવી ડોક્ટર બનશે એ લોકોના આરોગ્ય જીવન સાથે ચેડાં કરશે' ગરીબ પરિવારનો દીકરો વધારે તેજસ્વી પણ હોઈ શકે એવા બાળકોને અન્યાય થાય છે ત્યારે પૈસાના જોરે પેપર લીક કરાવી ડોક્ટર બનશે એ ડોક્ટર આવતા દિવસોમાં લોકોના આરોગ્ય જીવન સાથે ચેડાં કરશે. 22 લાખ વિદ્યાર્થીએ NEETની પરીક્ષા આપી તેનો ખર્ચ કેન્દ્ર સરકારના શિક્ષણ બજેટ કરતા પણ વધુ થાય છે. રાહુલ ગાંધીજીએ છાત્રો કી ગુંજ નામે મુદ્દો ઉઠાવ્યો અને આ માહિતી આધારે ફરી પરીક્ષા લેવામાં આવી. આના કારણે વિદ્યાર્થીઓ સાયકોલોજીકલ ડિસ્ટર્બ થયા. વિદ્યાર્થીઓના શું પ્રશ્નો છે એ માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે આખા દેશમાં મોટા શહેરોમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી એમની સમસ્યા અમે જાણીશું અને આગળ અવાજ પણ ઉઠાવીશું.' 'કોઈ કડક કાર્યવાહી ન કરી કારણ કે ભાજપને ફંડ આપતા હતા' ‘સરકારમાં બેઠા હોય તો ભૂલ પણ થઇ શકે. ભૂલમાંથી બોધ પાઠ લેવો જોઈએ. 2024માં NEETનું પ્રથમ પેપર લીક થયું એની શરૂઆત ગુજરાતમાંથી થઇ પણ સરકારે એની સામે કોઈ કડક કાર્યવાહી ન કરી કારણ કે એ ભાજપના સમર્થકો હતા ભાજપને ફંડ આપતા હતા. 2024માં મેં રજુઆત કરી એમાં બોધપાઠ લીધો હોત તો 2026માં પેપર લીક થયું ન હોત. NEETનું પ્રથમ પેપર લીક ગુજરાતમાં થયું આ વખતે OMR શીટમાં આવડે એટલું ટીક કરો બાકીનું છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે પછી આગળ સેટિંગના પેપર કાઢી 710માંથી 710 મળે એ માટેનું આખું આયોજન કરવામાં આવ્યું હતું. NEET પેપર લીક કેસમાં જેલમાં બંધ છે એ ભાજપનો આગેવાન છે આ બધી વાત મેં 2024માં પાર્લામેન્ટની અંદર કહ્યું હતું.’ ‘હજુ પણ આગળ સામ દામ દંડ ભેદથી ઘણું બધું થશે’ કોક્રોચ જનતા પાર્ટી વિશે જણાવ્યું કે, સરકાર અહંકારી બને ત્યારે લોકોમાં આક્રોશ જરૂર હોય છે. અનેક સમસ્યાથી દેશ ઘેરાયેલો છે. સોનમ વાંગચૂકએ જીવન જોખમે ઉપવાસ કર્યા. દેશના યુવાનો ભવિષ્ય માટે એમને સરકારની વિરુધ્ધ આક્રોશ વ્યક્ત કર્યો માટે અમારી ફરજ છે કે અમારે તેમને સમર્થન આપવું જ પડે. હજુ પણ આગળ સામ દામ દંડ ભેદથી ઘણું બધું થશે એક બીજાને બજાવવા ડરાવવા કામ પણ થશે. 'સભા મોકૂફ વિરુદ્ધ ચર્ચા કરવા તૈયાર ન હોય, 21 વિદ્યાર્થી આતમિત્યા કરી બાળકોને મારવામાં આવ્યા. જવાબદાર લોકો પીએમ હાઉસ પાસે ગયા તેમાં એ લોકોને તકલીફ પડે છે. કોઈના હાથમાં પત્થર નથી માત્ર દેખાવ કરી રહ્યા હતા. રાજીવજીના ઘર સામે પણ ધરણા ભાજપના લોકોએ કર્યા હતા એ સમયે કોંગ્રેસ તો દેશમાં ભાજપનો વિરોધ ન હતી કરતી. રેલ અકસ્માતમાં રેલમંત્રી રાજીનામુ આપતા હતા. આજના સમયમાં 21 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તો શિક્ષણ મંત્રી રાજીનામુ ન આપી શકે? ચોરી ઉપર સિન્હા ચોરી આ ભાજપની સરકાર કરી રહી છે. ડરી ગયેલી ભાજપ સતાની ખુરશી જશે એના કારણે વિરોધ કરનારાને જેલમાં ધકેલી રહી છે. જેલમાં ભલે ધકેલી દે પણ એનાથી એની સતા બચવાની નથી.'
    Click here to Read More
    Previous Article
    પાણીગેટ વિસ્તારમાં ગટરનું ઢાંકણું તૂટી પડતા રિક્ષા ખાબકી:ચાલકનો આબાદ બચાવ, મહાનગરપાલિકાની કામગીરીના ધજાગરા
    Next Article
    Success story | How a casual chat in Paris led Chandigarh homemakers to build everyday jewellery biz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment