Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીગેટ વિસ્તારમાં ગટરનું ઢાંકણું તૂટી પડતા રિક્ષા ખાબકી:ચાલકનો આબાદ બચાવ, મહાનગરપાલિકાની કામગીરીના ધજાગરા

    11 hours ago

    વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડતી ઘટના સામે આવી છે. પાણીગેટ સ્થિત બાવામાનપુરા વિસ્તારમાં એક રીક્ષા ખાડામાં ખાબકતા રિક્ષા ચાલકનો બચાવ થયો હતો. સમય સૂચકતાના કારણે મોટો અકસ્માત ટળ્યો ચોમાસાના પ્રારંભિક વરસાદની સાથે જ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા મોટા મોટા દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પાણીગેટ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ બાવામાન દાદાની દરગાહ નજીક તૂટેલા ગટરના ઢાંકણાના કારણે એક ઓટો રિક્ષા ફસાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ બનાવમાં સ્થાનિકોની સમયસૂચકતાના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી અને મોટો અકસ્માત ટળ્યો હતો, પરંતુ આ ઘટનાએ પાલિકાની બેદરકારીને છતી કરી દીધી છે. ઢાંકણું તૂટી ગયું હતું, ખાડો દેખાયો નહીં બાવામાનપુરા વિસ્તારમાં દરગાહ પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર અને તૂટેલી હાલતમાં હતું. તાજેતરમાં વરસાદને કારણે માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રસ્તા પરથી પસાર થઈ રહેલા ઓટો રિક્ષાચાલકને પાણી નીચે રહેલું આ તૂટેલું ઢાંકણું કે ગટરનો ખાડો દેખાયો ન હતો. આથી, અચાનક જ રિક્ષાનું એક વ્હીલ ગટરના ઊંડા ખાડામાં ખાબક્યું હતું અને રિક્ષા ત્યાં જ ફસાઈ ગઈ હતી. રિક્ષાનું સંતુલન બગડતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત મદદે દોડી આવ્યા હતા. લોકોએ ભેગા મળી ભારે જહમત બાદ રિક્ષાને સુરક્ષિત બહાર કાઢી હતી, જેથી મોટી હોનારત ટળી હતી. અગાઉ રજૂઆત કરી પણ સમારકામ ન થયું આ બનાવને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ તૂટેલા ઢાંકણાનું સમારકામ કરવામાં આવ્યું ન હોત. મામૂલી વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જતાં દરરોજ હજારો વાહનચાલકો તેમજ પગપાળા જતા વૃદ્ધો અને બાળકો માટે જીવનું જોખમ ઊભું થાય છે. આજે તો માત્ર રિક્ષા ફસાઈ છે, પરંતુ ભવિષ્યમાં કોઈ માસૂમ બાળક કે વાહનચાલક આમાં ખાબકે અને હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે તેવા તીખા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે તૂટેલી ગટરોનું સમારકામ કરવાની ઉગ્ર માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપામાં વર્ગ-1 અને વર્ગ-2ની 50 કરતા વધુ જગ્યાઓ ખાલી:19 જગ્યાઓ પર ઇન્ચાર્જ અધિકારીઓથી ગાડું ગબડાવાય છે, વહિવટી માળખુ ખોખલું થયું!
    Next Article
    'મૂળભૂત અધિકારો ધારણનો આત્મા છે સરકાર આત્માને તોડી રહી છે':ડરી ગયેલી ભાજપ સતાની ખુરશી જશે એના કારણે વિરોધ કરનારાને જેલમાં ધકેલી રહી છે: શક્તિસિંહ ગોહિલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment