Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પોર્ટ્સ અપડેટ:હશમતુલ્લાહ શાહિદીએ અફઘાનિસ્તાનની વન-ડે કેપ્ટનશીપ છોડી, ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સમાં વર્લ્ડ ચેમ્પિયન ગુકેશની સતત બીજી હાર

    8 hours ago

    અફઘાનિસ્તાનના 31 વર્ષના બેટર હશમતુલ્લાહ શાહિદીએ વન-ડે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પર આંગે માહિતી આપતાં કહ્યું કે અંગત કારણોસર આ નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ હજુ નવા વન-ડે કેપ્ટનની જાહેરાત કરી નથી. શાહિદીએ 2022માં અફઘાનિસ્તાનની વન-ડે ટીમની કમાન સંભાળી હતી. તેની કેપ્ટનશીપમાં ટીમે 2023 વન-ડે વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી રમી હતી. 2023 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને નેધરલેન્ડ્સને હરાવ્યા હતા, પરંતુ સેમિફાઇનલમાં જગ્યા બનાવી શક્યું નહોતું. રાજીનામાની જાહેરાત કરતાં શાહિદીએ લખ્યું, 'અંગત કારણોસર હું કેપ્ટન પદ છોડી રહ્યો છું. આ જવાબદારી નિભાવવી મારા માટે સન્માનની વાત રહી. મેં પૂરી પ્રામાણિકતાથી અને ટીમ સાથે મળીને મારું કામ કર્યું.' તેણે ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને બોર્ડનો પણ આભાર માન્યો. હવે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં નવા વન-ડે કેપ્ટનના નામની જાહેરાત કરી શકે છે. શાહિદી બેટર તરીકે ટીમ માટે રમતો રહેશે. ----------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ-2026 ચેસ ટુર્નામેન્ટના છઠ્ઠા રાઉન્ડમાં મંગળવારે એમ પ્રણેશે વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને 39 ચાલોમાં હરાવ્યો. ટુર્નામેન્ટમાં ગુકેશની આ સતત બીજી હાર છે. તો, નિહાલ સરીને અર્જુન એરિગૈસીને 60 ચાલોમાં હરાવ્યો. આ હાર બાદ અર્જુન બીજા સ્થાને સરકી ગયો, જ્યારે ફ્રાન્સનો અલીરેઝા ફિરોઝા 4 પોઇન્ટ સાથે એકલા ટોપ પર પહોંચી ગયો. નોદિરબેક અબ્દુસાતોરોવ પણ 3.5 પોઇન્ટ સાથે અર્જુન સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ગુકેશ આખા મુકાબલામાં કેટલીક વાર ખોટી ગણતરી કરી બેઠો, જેનો ફાયદો ઉઠાવતાં પ્રણેશે ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી. બીજી તરફ, ડ્રો તરફ વધી રહેલા મુકાબલામાં નિહાલે શાનદાર રૂક સેક્રિફાઇસ રમીને બાજી પોતાના પક્ષમાં કરી લીધી અને એરિગૈસીએ 60 ચાલો બાદ હાર સ્વીકારી લીધી. અન્ય મેચમાં અલીરેઝા ફિરોઝા અને નોદિરબેક અબ્દુસાતોરોવ તથા હંસ નીમન અને દિમિત્રી અંદ્રેકિન વચ્ચે બાજી ડ્રો રહી. હવે બુધવારે યોજાનારા અંતિમ રાઉન્ડમાં ગુકેશનો સામનો હંસ નીમન સાથે થશે, જ્યારે ફિરોઝા અને એરિગૈસી વચ્ચેનો મુકાબલો ખિતાબનો નિર્ણય કરશે. ----------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) સીઝન-7માં મંગળવારે એચવીઆર કોલકાતા થંડર બ્લેડ્સે યુ મુંબઈ ટીટીને 8-7થી હરાવ્યું. આ જીત સાથે કોલકાતાએ સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું. હાર છતાં, સારા ગેમ કાઉન્ટના આધારે યુ મુંબઈ પણ અંતિમ-4માં પહોંચી ગયું. ડેમ્પો ગોવા ચેલેન્જર્સ સાથે હવે ત્રણ સેમિફાઇનલિસ્ટ નક્કી થઈ ચૂક્યા છે. કોલકાતાએ મુકાબલાની શરૂઆત શાનદાર અંદાજમાં કરી. એડ્યુઆર્ડ ઇયોનેસ્કુએ પહેલો ગેમ ગુમાવ્યા બાદ વાપસી કરતા માનુષ શાહને 2-1 (9-11, 11-8, 11-7)થી હરાવી ટીમને લીડ અપાવી. આ પછી કોલકાતા માટે તનીષા કોટેચાએ આ સીઝનમાં પહેલીવાર એના હર્સીને હરાવી, જ્યારે ઝેંગ જિયાનએ નિર્ણાયક ત્રીજો ગેમ જીતીને ટીમને મુકાબલો જીતાડ્યો. ----------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… હોકી 5s એશિયન ચેમ્પિયનશિપ: ભારતે પાકિસ્તાનને 7-4થી હરાવ્યું, મહિલા ટીમની 16-0થી જીત એફઆઈએચ યુથ હોકી 5s એશિયન ચેમ્પિયનશિપ-2026માં ભારતીય સબ-જુનિયર પુરુષ અને મહિલા ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. મંગળવારે એલીટ પૂલ મુકાબલામાં પુરુષ ટીમે પાકિસ્તાનને 7-4 અને યજમાન ઓમાનને 14-0થી હરાવ્યું. જ્યારે મહિલા ટીમે ચીન સામે 2-2થી ડ્રો રમ્યા બાદ ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું. આ પરિણામો સાથે ભારતની બંને ટીમ ટુર્નામેન્ટમાં અજેય છે અને યુથ હોકી 5s વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગઈ છે. પાકિસ્તાન સામે કરણ ગૌતમે હેટ્રિક ફટકારી, જ્યારે રાહુલ યાદવ, પ્રહલાદ રાજભર, કેપ્ટન કેતન કુશવાહા અને રોમિત પાલે એક-એક ગોલ કર્યો. આ પહેલા ઓમાન સામે 14-0ની જીતમાં કેતને ચાર અને આશિષ તાની પૂર્તિએ ત્રણ ગોલ કર્યા.
    Click here to Read More
    Previous Article
    CJP की बड़ी चेतावनी! सरकार को किया सावधान, बताया प्लान! CJP Protest | Ashutosh Ranka | Abhijit Dipke
    Next Article
    જંતર-મંતર પર ત્રીજી રાતે હજારો પ્રદર્શનકારી એકઠા થયા:નડ્ડા-જિતેન્દ્ર સિંહ મેદાંતામાં વાંગચુકને મળ્યા હોવાનો દાવો; સંસદ માર્ચ હિંસા કેસમાં 9થી વધુ FIR

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment