Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડી રાત્રે યુવકની કરપીણ હત્યા:બહેરામપુરામાં યુવકને અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા, આરોપીની અટકાયત; એમડી ડ્રગ્સના ધંધાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની ચર્ચા

    18 hours ago

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બહેરામપુરાના સંતોષનગર ચાંદ શહીદની મસ્જિદની ગલી ખાતે હુસેન સૈયદ નામના યુવકની ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં હુસેન સૈયદ નામના યુવકની ગઇકાલે(21 જુલાઈ) મોડી રાત્રે સોહેલ પઠાણ નામના યુવકે હત્યા કરી છે. દાણીલીમડા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે હાલ આરોપીને રાઉન્ડ અપ કરીને તેની ધરપકડની કાર્યવાહી કરી છે. એમડી ડ્રગ્સના ધંધાની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા છે જેને લઈને પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી અંગત અદાવત ચાલી રહી હતી તેમાં હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને વચ્ચે જૂની અદાવતમાં બોલાચાલી થઈ હતી: DCP ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે દાણીલીમડા વિસ્તારમાં સંતોષ નગર પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો છે. મૃતકનું નામ હુસેન સૈયદ છે અને આરોપી સોહેલ પઠાણ છે. આરોપી તેના સંબંધીના ઘરે જમવા માટે આવ્યો હતો ત્યારબાદ ઘરેથી નીકળ્યા અને બંને વચ્ચે જૂની અદાવતમાં બોલાચાલી થઈ હતી જેમાં હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી આરોપીને રાઉન્ડપ કરી લીધો છે અને ધરપકડની તજવીજ શરૂ કરી છે. એમડી ડ્રગ્સના ધંધાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની ચર્ચા જોકે સ્થાનિક સૂત્રો મુજબ બહેરામપુરા વિસ્તારમાં ચાર માળિયા પાસે એમડી ડ્રગ્સના ધંધાની અદાવતમાં બોલાચાલી થઈ અને હત્યા કરવામાં આવી હોય શકે છે. જોકે પોલીસ તપાસમાં બંને વચ્ચે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે એમડી ડ્રગ્સના કારણે હત્યા થઈ છે કે પછી અન્ય કોઈ કારણ છે તેને લઈને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલનો વિરોધ પ્રદર્શન, ડિટેન્શન સેન્ટરથી VIDEO જાહેર કર્યો:પ્રધાન-શાહનું રાજીનામું માંગ્યું, નીટ પેપર લીક પર આજે સંસદમાં ચર્ચા શક્ય
    Next Article
    Q1 Earnings Today: Adani Green, BPCL, IndusInd Bank, Tata Communications, Nestle India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment