Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, રાહુલ ગાંધી સૂઇ જતાં પોલીસે અધરોઅધર ઊંચક્યા, કૉંગ્રેસના સિક્રેટ પ્લાન સામે સરકાર થાપ ખાઇ ગઇ

    22 hours ago

    નમસ્તે, NEET આંદોલન દરમિયાન યુવાનો પર લાઠીચાર્જ અને પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને કોંગ્રેસે પીએમ આવાસ પાસે પ્રદર્શન કર્યું. સરકારે 2 મોટી માગણીઓ સ્વીકારતા પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ સ્થગિત થઈ. મોર્નિંગ બ્રીફમાં આગળ જણાવીશું કે રાજા રઘુવંશી હત્યાકાંડની આરોપી સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટે શું સલાહ આપી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ રહેશે. 2. નેવલ બેઝ કોચીમાં INS માલવણની નૌકાદળમાં કમિશનિંગ. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલને ધરણા પરથી પોલીસ ઉપાડીને લઈ ગઈ:PM આવાસ બહાર પ્રદર્શન બાદ એક્શન, 3 કલાક પછી છોડ્યા; પ્રિયંકાને મળવા સોનિયા ગાંધી પોલીસ સ્ટેશને પહોંચ્યાં PM આવાસ નજીક મંગળવારે બપોરે 3:30 વાગ્યે ધરણા પર બેઠેલા કોંગ્રેસીઓને પોલીસ સાંજે 6:30 વાગ્યે ઉપાડીને લઈ ગઈ. 3 કલાકના ધરણા દરમિયાન સરકારે રાહુલ સાથે 2 વાર વાતચીત કરી, પરંતુ તેઓ માન્યા નહીં. આ પછી 100થી વધુ પોલીસકર્મીઓ પહોંચ્યા તો કોંગ્રેસીઓએ ઘેરાવ કરી લીધો અને રાહુલ સુધી પહોંચવા ન દીધા. પોલીસકર્મીઓ રાહુલ ગાંધીને લઈ જવા પહોંચ્યા તો તેઓ જમીન પર સૂઈ ગયા. કોંગ્રેસીઓ અને પોલીસ વચ્ચે અડધા કલાક સુધી ધક્કામુક્કી થતી રહી. પોલીસે લાઠીચાર્જ કર્યો. ઘણું મનાવવા છતાં પણ જ્યારે તેઓ ન ઊઠ્યા તો 12થી વધુ પોલીસકર્મીઓ તેમના હાથ-પગ પકડીને ઉપાડીને લઈ ગયા અને બસમાં બેસાડ્યા. રાહુલ ઉપરાંત પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓની અટકાયત કરી. તમામ નેતાઓને છત્રસાલ સ્ટેડિયમમાં રાખ્યા. (વાંચો સંપૂર્ણ સમાચાર) 2. પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ સ્થગિત:સરકાર ખેડૂતો સાથે સહમત થઈ, 2 મોટી માંગણીઓ સ્વીકારી; શંભુ-ખનૌરી બોર્ડર સીલ પંજાબના ખેડૂતો દ્વારા મંગળવારે (21 જુલાઈ) અમેરિકા-ભારત વચ્ચેની ટ્રેડ ડીલના વિરોધમાં કરવામાં આવી રહેલી દિલ્હી કૂચ હવે સ્થગિત થઈ ગઈ છે. બપોરે 3 વાગ્યા પછી ખેડૂતો પાછા ફરવા લાગ્યા. ભારતીય કિસાન યુનિયનના પ્રદેશ જનરલ સેક્રેટરી દિલબાગ સિંહ દિરાજકે જણાવ્યું કે હરિયાણાના કૃષિ મંત્રી શ્યામ સિંહ રાણા સાથે મીટિંગ થઈ. તેમાં ધરપકડ કરાયેલા ખેડૂત નેતાઓને છોડવાની અને કેન્દ્ર સરકાર સાથે મીટિંગ કરવાની માંગ હતી. જેમાં બંને માંગણીઓ પર સહમતિ બની ગઈ. તેથી હવે ધરણાં સ્થગિત કરી દેવામાં આવ્યા છે. પંજાબ-હરિયાણાના ખેડૂતો ભારત-અમેરિકા FTA વિરુદ્ધ દિલ્હી કૂચ પર નીકળ્યા અને શંભુ, કુંડલી તથા ખનૌરી બોર્ડર પર ભેગા થઈ રહ્યા હતા. હરિયાણા સરકારે ખેડૂત નેતાઓને મુક્ત કરવાની અને કૃષિ મંત્રી સાથે બેઠક કરાવવાની માંગ સ્વીકારી લીધી છે, પરંતુ FTA રદ કરવાની મુખ્ય માંગ પર નિર્ણય થયો નથી. કુંડલી અને ખનૌરી બોર્ડર પર ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. હરિયાણા તરફથી બંને બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી. ત્યાં JCB પણ લગાવી દેવામાં આવી છે જેથી જો ત્યાં કોઈ અસ્થાયી કે કાયમી જગ્યા બનાવવાનો પ્રયાસ કરવામાં આવે તો તેને હટાવી શકાય. આ જોતા પંજાબના ખેડૂતો ત્યાં જ બેસી ગયા હતા. આવા સંજોગોમાં ત્યાં કાયમી મોરચો લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. કિસાન મજદૂર મોરચા (KMM) ના સંયોજક સરવણ પંઢેર તેની આગેવાની કરી રહ્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) 3. રાજા હત્યાકાંડ- સુપ્રીમ કોર્ટે સોનમને આત્મસમર્પણ કરવાની સલાહ આપી:પૂછ્યું- ધરપકડનું કારણ ન જણાવવાનો મુદ્દો પહેલાં કેમ ન ઉઠાવ્યો; 23મીએ જામીન પર નિર્ણય ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડની આરોપી સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટે આત્મસમર્પણ કરવાની સલાહ આપી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે સોનમના વકીલને કહ્યું- તેમની પાસે બે વિકલ્પો છે- પહેલો- જો તેઓ ઇચ્છે તો આ અદાલત મેઘાલય સરકારની અપીલ પર તેમની દલીલો સાંભળીને અંતિમ આદેશ પસાર કરી શકે છે. બીજો- સોનમ હાલમાં આત્મસમર્પણ કરે જેથી તપાસ એજન્સીઓ તેની પૂછપરછ કરી શકે અને આ દરમિયાન જામીનના મુદ્દા પર પણ વિચારણા કરી શકાય. કોર્ટ આ કેસની આગામી સુનાવણી 23 જુલાઈએ કરશે. તે જ દિવસે એ નિર્ણય થઈ શકે છે કે સોનમના જામીન યથાવત રહેશે કે તેને જેલ જવું પડશે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 4. હૂતી વિદ્રોહીઓની ધમકી, ભારત-ચીનના ટેન્કરોએ રસ્તો બદલ્યો:સાઉદીથી તેલ લાવી રહ્યા હતા; હોર્મુઝ બંધ થવા પર આ રૂટ પસંદ કર્યો હતો સાઉદી અરેબિયાનું કાચું તેલ લઈને ભારત અને ચીન જઈ રહેલા બે ઓઈલ ટેન્કરોએ મંગળવારે રેડ સીમાં યુ-ટર્ન લઈને પોતાનો રસ્તો બદલી નાખ્યો. બંને જહાજ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓની ધમકી બાદ પાછા સુએઝ નહેર તરફ વળી ગયા. હકીકતમાં, હૂતી વિદ્રોહીઓએ સોમવારે સાઉદી અરેબિયા સામે નૌકાદળ નાકાબંધીની જાહેરાત કરી હતી. આ પછી તેમણે દુનિયાભરની શિપિંગ કંપનીઓને ઈમેલ મોકલીને ચેતવણી આપી કે સાઉદી અરેબિયાના કોઈ પણ બંદર પર માલ લાધનારા કે ઉતારનારા જહાજોને તેમની લશ્કરી પહોંચની અંદર ગમે ત્યાં નિશાન બનાવી શકાય છે. રોયટર્સના જણાવ્યા અનુસાર, આમાંથી એક સુપર ટેન્કર 'શિન લોંગ યાંગ' સોમવારે સાઉદી અરેબિયાના યાનબુ બંદરથી લગભગ 20 લાખ બેરલ કાચું તેલ લઈને ચીન માટે રવાના થયું હતું. જહાજ મંગળવારે સવારે બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પહોંચતા પહેલા જ રોકાઈ ગયું અને પછી યુ-ટર્ન લઈને સુએઝ રૂટ તરફ વળી ગયું. ભારત સાથે જોડાયેલું બીજું ટેન્કર પણ આવી જ રીતે પોતાનો રસ્તો બદલીને ઉત્તર તરફ જતું રહ્યું. (વાંચો સંપૂર્ણ સમાચાર) 5. હોસ્પિટલ, સર્જરી અને ICU....બિગ બીની પોસ્ટે ફેન્સના ધબકારા વધાર્યા!:અડધી રાતે બ્લોગમાં હેલ્થ અપડેટ આપ્યું, કહ્યું- ખેલ સમાપ્ત હો ગયા! અમિતાભ બચ્ચને સોમવારે પોતાના બ્લોગમાં હોસ્પિટલમાં દાખલ થવા, સર્જરી અને ICU (આઈસીયુ)માં સમય વિતાવવાનો ઉલ્લેખ કર્યો. જોકે, તેમણે એ જણાવ્યું નહોતું કે તેઓ ક્યારે, કઈ હોસ્પિટલમાં, કેટલા દિવસ અને શા માટે દાખલ થયા હતા. નોંધનીય છે કે મે 2026માં અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સામે આવ્યા હતા. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું, ‘હોસ્પિટલમાં, એક સર્જરી પછી અને ICUમાં, અનુભવી ડૉકટરો અને મેડિકલ સ્ટાફની દેખરેખમાં, પછી હોસ્પિટલમાંથી રજા અને ઘરે પાછા ફરવું. આ ઘરે પાછા ફરવાનો સમયગાળો સૌથી મુશ્કેલ હોય છે. શારીરિક રીતે, માનસિક રીતે અને રોજિંદા જીવનના દૃષ્ટિકોણથી પણ. તમે એક સન્માનિત ચેમ્પિયન રહ્યા હો અને એક દિવસ હાર તમારી સામે આવીને ઊભી રહી જાય. આ જીવનનો સૌથી મુશ્કેલ સમયગાળો હોય છે.’ અમિતાભ બચ્ચનનો બ્લોગ પોસ્ટ. (વાંચો સંપૂર્ણ સમાચાર) 6. વલસાડમાં ડૂબી જતાં એકનું મોત:145 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાંસદામાં 5 ઇંચ; માંગરોળ-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. સાંજના 6 વાગ્યા સુધીમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં 5 ઇંચ વરસ્યો છે. વલસાડના માલવણ ગામના વૃદ્ધ માછીમાર તળાવમાં ડૂબી જતા મોત થયું છે. નવસારીમાં મેઘતાંડવને પગલે કાવેરી નદી બે કાંઠે વહેતાં ચીખલીનું પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું છે. સુરતમાં પણ વરસાદથી ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી જતાં નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને ગરનાળાંમાં પાણી ભરાયા હતા, જ્યારે ઉપરવાસની આવકથી ઉકાઈ ડેમની સપાટી વધી રહી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી સાથે આજે નવસારી અને વલસાડ માટે ‘અતિભારે વરસાદ’નું અલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અલગ અલગ જિલ્લામાંથી 48 PSIની ગાંધીનગર IBમાં બદલી:જુઓ, સંપૂર્ણ લિસ્ટ; સવારે 28 IAS અને 13 GAS કેડરના અધિકારીઓની બદલીનો ઓર્ડર કરાયો હતો રાજ્યમાં સવારે 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલીનો આદેશ કરાયા બાદ મોડી સાંજે પોલીસ વિભાગમાં પણ બદલીનો ઓર્ડર કરાયો છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 48 PSI( પોલીસ સબ ઈન્સપેક્ટર)ની ગાંધીનગર IB (ઈન્ટેલિજન્સ બ્યુરો)માં બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જુનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પદેથી પ્રભવ જોશીની બે મહિનામાં જ બદલી કરી દેવામાં આવી છે. તેમને GIDCના જોઇન્ટ એમડી તરીકે મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ તરીકે ફરજ બજાવતા આઈ. આર. વાળાને મૂકવામાં આવ્યા છે. જેને પગલે સ્થાનિક રાજકારણ અને પ્રજામાં ભારે આશ્ચર્ય સાથે વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : બળવાખોરો પર મમતાએ કહ્યું- બધા ચોર ભાજપમાં જતા રહ્યા:કોલકાતામાં શહીદ દિવસના મંચ પરથી કહ્યું- ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો એક થઈ જાય (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : નેપાળમાં એક રૂપિયાના સિક્કા પરથી વિવાદાસ્પદ નકશો નહીં હટે:સરકારે નવી ડિઝાઇનનો પ્રસ્તાવ પાછો મોકલ્યો; જેમાં ભારતના વિસ્તારોને પોતાના દર્શાવ્યા હતા (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 12 મજૂરોનાં મોત: 7 હજુ પણ ફસાયેલા; કાટમાળથી સુરંગ બંધ, રેસ્ક્યૂ કરવા ગયેલા કેટલાક વર્કર્સ બેભાન (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનમાં પેટ્રોલ 35 પૈસા સસ્તું, ડીઝલ 5.71 રૂપિયા મોંઘું:પેટ્રોલ 315.80 અને ડીઝલ 360.06 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, નવા ભાવ 21 જુલાઈથી લાગુ (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : સોનાની તેજીનો ફૂગ્ગો ફૂટશે, ભાવ અડધા થઈ જશે?:એક્સપર્ટની ચેતવણી- બે વખત કિંમતમાં ઐતિહાસિક ઘટાડો થઈ ચૂક્યો છે, જાણો કારણો (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : વધુ એક ક્રિકેટર પર રેપનો આરોપ લાગ્યો:IPL ખેલાડી અભિષેક પોરેલના કોલકાતા હાઈકોર્ટે ધરપકડના આદેશ આપ્યા; ડિવાઇસ જપ્ત કરવા જણાવ્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : દેવશયની એકાદશી ક્યારે છે?:ભાગવત મહાપુરાણ પ્રમાણે 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં સૂવે છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 😲 અજબ ગજબ કોરું શાક ન મળ્યું, તો પતિએ બોલાવી પોલીસ પસંદગીનું શાક ન મળવા પર યુવકે પોલીસને 5 વખત કોલ કરીને પત્નીની ફરિયાદ કરી. તેનું કહેવું છે કે પત્ની દરરોજ ફક્ત ગ્રેવીવાળું શાક જ બનાવે છે, પરંતુ તેને ગ્રેવી વગરનું (કોરું) શાક જોઈએ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : અમદાવાદ સુધી દીપડો પહોંચ્યો કેવી રીતે, ગયો ક્યાં: સાબરમતી નદીની કોતરો પણ તેનું ઘર, શું દીપડો શહેરમાં ફર્યા કરશે કે પાછો જતો રહેશે 2. મિત્રની હત્યા કરી કારમાં લાશ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો: સવારે 5 વાગ્યે જોરદાર ડ્રામા સર્જાયો, યુવાનની કબૂલાતથી ખાખીધારીઓ સ્તબ્ધ થઇ ગયા 3. પારકી પંચાત : AAP છોડી BJPમાં જોડાયા પણ સ્પીચમાં ફાંફા પડ્યા: સુરતી પૂરની માછલીનું નવું નામ ‘SMC’; રાજભાને રિસોર્ટમાં પણ નેસ દેખાયો 4. Editor's View: ચક્રવ્યૂહમાં મોદી: સાત કોઠામાં સરકાર બરાબર ઘેરાઇ, મણિપુરથી મોરબી સુધી રોષ, 12 વર્ષ પછી પ્રજાનો આક્રોશ આગ બનીને ભભૂક્યો 5. આજનું એક્સપ્લેનર: પીએમ મોદી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવીને આંદોલન કેમ સમાપ્ત નથી કરાવી દેતા; આમાં 4 મોટી અડચણો, સરકારનું ગણિત શું છે 6. પૂર્વજો પાસેથી હત્યાના કિસ્સા સાંભળ્યા, સતલજમાં ક્રૂરતા જોઈ: પતિ ગુમાવી ચૂકેલી હરપ્રીત ફિલ્મ જોઈને બેભાન થઈ ગઈ, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું- આ તો હજુ અડધું સત્ય છે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: વૃષભ અને કુંભ રાશિ પર ગ્રહોની કૃપા રહેશે, કન્યા અને તુલા રાશિએ ખર્ચ પર કાબૂ રાખવો વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    8th Pay Commission Deadline Nears Halfway Mark: What Fitment Factors Are In Speculation
    Next Article
    યમદૂત બનીને શહેરોમાં ફરતી કચરાની ગાડીઓથી સાચવજો:મોટાભાગના ડ્રાઇવર MPના; લાયસન્સ વેરિફાય ન થયા; દંડ લેતી મનપા જ લીલો-સૂકો કચરો ભેગો કરી દે છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment