Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નબળું કામ થશે તો ભાજપના નેતાઓને શું જવાબ આપીશું?:સરખેજમાં અધિકારીઓની મનમાની અને રજાના કારણે કામો ટલ્લે ચડ્યા, ભાજપના કોર્પોરેટરે પત્ર લખવો પડ્યો

    13 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓનું હંમેશા રાજ રહ્યું છે, ત્યારે અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય છે અને ગમે ત્યારે રજા પર ઉતરી જતા હોય છે એવો આક્ષેપ સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર રાજેન્દ્ર (રાજુ) શુકલ દ્વારા કરવામાં આવ્યો છે. વરસાદની પરિસ્થિતિમાં પણ અધિકારીઓ રજા પર ઉતરી જાય છે જેથી પ્રજાનું કામ કરી શકે એવા અધિકારીઓને વોર્ડમાં મુકવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને માંગ કરી છે. પ્રજાના કામો પણ મંથરગતિએ કરવામાં આવતા હોવાને લઈને તાત્કાલિક અસરથી સક્ષમ અધિકારી કર્મચારીને મૂકવા માટે જણાવ્યું છે. 'ભાજપના મોવડી મંડળને અમે કેવી રીતે જવાબ આપી શકીશું' ભાજપના કોર્પોરેટર રાજેન્દ્ર શુકલે પત્રમાં એટલે સુધી જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસ અમિત શાહનો મતવિસ્તાર સરખેજ વોર્ડ છે અને પ્રજાએ કમળ ઉપર વિશ્વાસ રાખીને ચાર કોર્પોરેટરોને ચુંટીને મોકલ્યા છે. જો અમારા વિસ્તારમાં નબળી કામગીરી પુરવાર થાય તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ધારાસભ્ય અમિત ઠાકર તેમજ મેયર સહિતના ભાજપના મોવડી મંડળને અમે કેવી રીતે જવાબ આપી શકીશું. અમારા વિસ્તારના પ્રજાના કામો ખોરંભે સરખેજ વોર્ડના કાઉન્સિલર રાજેન્દ્ર શુકલએ દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અંકિત પન્નુને પત્ર લખીને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે પત્રમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સરખેજ વોર્ડના નગરસેવક તરીકે છેલ્લા બે મહિનાથી કાર્યરત છીએ. અમારા વિસ્તારના પ્રજાના કામો ખોરંભે પડે છે. વરસાદની પરિસ્થિતિમાં સ્ટાફના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ કોઈ ને કોઈ કારણસર રજા ઉપર ઉતરી ગયા છે. જેમાં સરખેજ વોર્ડના આસિસ્ટન્ટ સીટી ઇજનેર શૈલેશ પુજારા, આસિસ્ટન્ટ ઇજનેર અમિત શાહ અને આસિસ્ટન્ટ ઇજનેર જીગ્નેશ જોરેનો સમાવેશ થાય છે આસિસ્ટન્ટ ઇજનેર બ્રિજેશ પટેલ નામના કર્મચારી કોઈ ચોક્કસ પ્રકારની કામગીરી જ કરશે એના સિવાયનું કોઈ જ કામ સોંપવું નહીં તેવો ખાસ પ્રકારનો આગ્રહ એમના તરફથી રાખવામાં આવે છે. કર્મચારી તરફથી આવો આગ્રહ કોની ભલામણથી થાય છે? સરખેજ વોર્ડમાં કર્મચારીની ઘટ પૂરી કરવા માંગ સરખેજ વોર્ડ 33 કિમી ત્રિજ્યા ધરાવતો અમદાવાદનો સૌથી મોટા વોર્ડમાંથી એક વોર્ડ છે, ત્યારે અમારી ખાસ વિનંતી છે કે સરખેજ વોર્ડના વિસ્તારને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી નિયમ અનુસારનું મહેકમ પૂરું પાડવામાં આવે. જે સક્ષમ અધિકારી અને કર્મચારી હોય તેને તાત્કાલિક અસરથી સરખેજ વોર્ડના ઈજનેરી કામમાં ફાળવી આપવા અને કર્મચારીની ઘટ પૂરી કરવા માંગ છે. પ્રજાહિતના કામ અને વોર્ડમાંથી આવતી ફરિયાદોનું ખૂબ ગોકળગતીએ નિકાલ થાય છે અને થીગડા મારી અને કામ પૂરું કર્યું આ હોય એવો સંતોષ માનવો પડે તેવું કામ કરવામાં આવે છે. જેથી તાત્કાલિક ધોરણે આ બાબતે ધ્યાન આપવા જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયા પર પ્રેમ કરવો કિશોરીને ભારે પડ્યો:ઘરથી ભાગીને આવતા બોયફ્રેન્ડે ઓળખવાનો ઇનકાર કર્યો, લગ્નના ઈરાદે અમદાવાદથી વડોદરા આવી
    Next Article
    મુસ્લિમ મહિલાની નામ બદલવા હાઇકોર્ટમાં અરજી:મૂળ ક્રિશ્ચન મહિલાએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા, પતિનું મોત થતા ઘર છોડ્યું; મુસ્લિમ ઓળખથી બહુમતી વિસ્તારમાં કોઈ ઘર આપતું નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment