Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં સોમનાથ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રા યોજાઈ:શહેરના મુખ્ય માર્ગો પર ફરી, ભક્તિમય માહોલ

    11 hours ago

    વેરાવળ ખાતે સોમનાથ ઇસ્કોન મંદિરના સહયોગથી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા ચેતન્ય હનુમાનજી મંદિર, ખારવા મંડી પાસેથી શરૂ થઈ હતી. જેમાં ભગવાન શ્રી જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની પૂજા વિધિ અને મહાઆરતી કરવામાં આવી હતી, ત્યારબાદ પવિત્ર રથયાત્રાનો શુભ પ્રારંભ થયો હતો. આ રથયાત્રા વેરાવળ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં હરસિધ્ધિ આઈસ્ક્રીમ, જલારામ ચોક, કાશી વિશ્વનાથ મંદિર, આદિત્ય બિરલા હોસ્પિટલ, 80 ફૂટ રોડ, ગોલારાણા સોસાયટી, વિદ્યુતનગર, શ્રીનાથજી હવેલી, ગુરુનાનક ચોક અને શ્રીપાલ ચોકડી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ શોભાયાત્રા ડાભોર રોડ પર આવેલા નગરપાલિકા દ્વારા નિર્મિત કોમ્યુનિટી હોલ ખાતે પૂર્ણ થઈ હતી. શહેરના રાજકીય, સામાજિક અને વેપારી અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ રથયાત્રાના દર્શનનો લાભ લીધો હતો. ભક્તોએ જગન્નાથજીના રથને ખેંચીને પુણ્ય કમાવ્યું હતું અને દરેક ચોક પર રથનું સ્વાગત કરી આરતી ઉતારી હતી. ઇસ્કોન મંદિર સોમનાથના વૈષ્ણવ સેવાદાસ દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા જેમાં ઉઠાવવામાં આવી હતી
    Click here to Read More
    Previous Article
    ધરણા પર બેઠેલા રાહુલને પોલીસ ઉપાડીને લઈ ગઈ, VIDEO:PM આવાસ બહાર પ્રદર્શન બાદ એક્શન; પ્રિયંકા પણ અટકાયતમાં, સોનિયા પોલીસ સ્ટેશને પહોંચ્યાં
    Next Article
    5 લાખની લેતા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા:લીંબડીના પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં ACBની ટ્રેપ, પ્રતિ ટ્રક 1 હજાર લેખે સાડા 6 લાખ માગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment