Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 લાખની લેતા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા:લીંબડીના પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં ACBની ટ્રેપ, પ્રતિ ટ્રક 1 હજાર લેખે સાડા 6 લાખ માગ્યા

    12 घंटे पहले

    રેતી ખનન કરવા દેવાના બદલામાં રૂ. 5,00,000ની લાંચ સ્વીકારતા ઉંટડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને ઉપસરપંચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં ઝડપાઈ ગયા છે. રૂ. 6,30,000ની ગેરકાયદે માંગણી સામે ગોઠવાયેલા છટકામાં લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરવામાં ACBને સફળતા મળી છે. લાંચની ઉઘરાણી કરાતી ઉંટડી ગામે નક્કી કરેલી જગ્યાએથી રેતી કાઢવાની મંજૂરી આપવા માટે આરોપી સંજય પ્રતાપભાઈ કમેજળીયા (ઉં.વ. 35, ધંધો: ડ્રાઇવિંગ, સરપંચના પતિ) અને સુનીલ સુભાષભાઈ કટુડીયા (ઉં.વ. 27, ઉપસરપંચ, ઉંટડી ગ્રામ પંચાયત) દ્વારા ફરિયાદી પાસે પ્રતિ ટ્રક રૂ. 1,000ની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીએ પ્રતિ ટ્રક રૂ. 100 ધર્માદા પેટે આપવાની રજૂઆત કરી હોવા છતાં, બંને આરોપીઓએ નાણાંની ઉઘરાણી ચાલુ રાખી હતી. ત્યારબાદ આરોપી સંજય કમેજળીયાએ ઉચક રૂ. 6,30,000ની માંગણી કરી હતી, જે રકઝક બાદ રૂ. 5,00,000 નક્કી થઈ હતી. ACBનું છટકું અને ધરપકડ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 21 જુલાઈ 2026ના રોજ લીંબડી હાઇવે ચાર રસ્તા પાસે આવેલા પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આયોજન મુજબ, સંજય કમેજળીયા ફરિયાદી પાસેથી રૂ. 5,00,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગેરકાયદે રકમ સ્વીકાર્યા બાદ સંજયે તેના મોબાઇલ ફોન પરથી ઉપસરપંચ સુનીલ કટુડીયાને ફોન કરી નાણાં મળી ગયાનું કન્ફર્મેશન આપ્યું હતું. બાદમાં ઘટનાસ્થળે આવી પહોંચેલા ઉપસરપંચ સુનીલ કટુડીયાની પણ અટકાયત કરવામાં આવી હતી. ગુનો અને તપાસ બંને આરોપીઓએ રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુનાહિત ગેરવર્તણૂક આચરી એકબીજાને મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. આ સફળ ટ્રેપની કામગીરી સુરેન્દ્રનગર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી ACB રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા તથા ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં સોમનાથ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રા યોજાઈ:શહેરના મુખ્ય માર્ગો પર ફરી, ભક્તિમય માહોલ
    Next Article
    He thought CCTV was off: Belagavi jeweller’s Rs 60-lakh fake robbery plot busted in 4 days

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment