Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૂતી વિદ્રોહીઓની ધમકી, ભારત-ચીનના ટેન્કરોએ રસ્તો બદલ્યો:સાઉદીથી તેલ લાવી રહ્યા હતા; હોર્મુઝ બંધ થવા પર આ રૂટ પસંદ કર્યો હતો

    1 day ago

    સાઉદી અરેબિયાનું કાચું તેલ લઈને ભારત અને ચીન જઈ રહેલા બે ઓઈલ ટેન્કરોએ મંગળવારે રેડ સીમાં યુ-ટર્ન લઈને પોતાનો રસ્તો બદલી નાખ્યો. બંને જહાજ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓની ધમકી બાદ પાછા સુએઝ નહેર તરફ વળી ગયા. હકીકતમાં, હૂતી વિદ્રોહીઓએ સોમવારે સાઉદી અરેબિયા સામે નૌકાદળ નાકાબંધીની જાહેરાત કરી હતી. આ પછી તેમણે દુનિયાભરની શિપિંગ કંપનીઓને ઈમેલ મોકલીને ચેતવણી આપી કે સાઉદી અરેબિયાના કોઈ પણ બંદર પર માલ લાધનારા કે ઉતારનારા જહાજોને તેમની લશ્કરી પહોંચની અંદર ગમે ત્યાં નિશાન બનાવી શકાય છે. રોયટર્સના જણાવ્યા અનુસાર, આમાંથી એક સુપર ટેન્કર 'શિન લોંગ યાંગ' સોમવારે સાઉદી અરેબિયાના યાનબુ બંદરથી લગભગ 20 લાખ બેરલ કાચું તેલ લઈને ચીન માટે રવાના થયું હતું. જહાજ મંગળવારે સવારે બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પહોંચતા પહેલા જ રોકાઈ ગયું અને પછી યુ-ટર્ન લઈને સુએઝ રૂટ તરફ વળી ગયું. ભારત સાથે જોડાયેલું બીજું ટેન્કર પણ આવી જ રીતે પોતાનો રસ્તો બદલીને ઉત્તર તરફ જતું રહ્યું. હોર્મુંઝ બંધ તો બાબ-અલ-મંદેબ પર નિર્ભર છે સાઉદી હોર્મુંઝ સ્ટ્રેટ બંધ થયા પછી સાઉદી અરેબિયા પોતાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન મારફતે તેલને રેડ સીના યાનબુ બંદર સુધી પહોંચાડીને ત્યાંથી એશિયાઈ દેશોને મોકલી રહ્યું છે. જો જહાજો બાબ-અલ-મંદેબનો રસ્તો છોડે છે, તો તેમને સુએઝ નહેર અને પછી આફ્રિકાના લાંબા સમુદ્રી માર્ગનો સહારો લેવો પડી શકે છે. આનાથી મુસાફરીનું અંતર હજારો માઈલ વધી જશે, માલસામાનના પરિવહનનો ખર્ચ (ફ્રેટ કોસ્ટ) વધશે અને ભારત, ચીન સહિતના એશિયાઈ દેશો સુધી તેલ પહોંચવામાં વધુ સમય લાગશે. આના કારણે વૈશ્વિક તેલ પુરવઠા અને સમુદ્રી વેપાર પર પણ અસર પડવાની આશંકા વધી ગઈ છે. ઈરાન યુદ્ધ સંબંધિત તમામ અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    The Daily Catch-Up: Parliament showdown, Delhi protests and more
    Next Article
    27 ગુનાનો રીઢો ગુનેગાર 'પંચર સલીમ' સિવિલ પાસેથી ઝડપાયો:જેલમાંથી છૂટી ફરી વેશુના બંગલોમાંથી ચોરી કરી, આરોપી સામે 4 વખત પાસા અને શહેરના ખૂણે-ખૂણે નોંધાયેલા ગુનાઓ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment