Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરવાના શોખીન સગીરે વૃદ્ધની હત્યા કરી:પૈસા માટે બકરા ચોરીનો પ્લાન બનાવ્યો, વૃદ્ધે અટકાવતા મોતને ઘાટ ઉતાર્યા; દમણથી ફરીને આવતા જ પોલીસે દબોચી લીધો

    11 hours ago

    વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચીયા ગામની સીમમાં થયેલી 66 વર્ષીય વૃદ્ધની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દમણ અને સાપુતારા ફરવા જવા માટે નવા કપડાં તેમજ બૂટ ખરીદવા પૈસાની જરૂર હોવાથી 17 વર્ષીય સગીરે આ કાળજું કંપાવનારી ઘટનાને અંજામ આપ્યો હતો. સીમમાંથી મળી આવ્યો હતો વૃદ્ધનો મૃતદેહ વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગત 17 જુલાઈના રોજ ગોધરા ગ્રામ્યના સાતરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઠાસરાના રહેવાસી રમણ રાઠોડિયા (ઉં.વ. 66) નો મૃતદેહ મળી આવ્યો હતો. રમણભાઈના માથાના ભાગે ભારે અને તીક્ષ્ણ હથિયારથી જીવલેણ ઈજા પહોંચાડી હત્યા કરાઈ હોવાનું પંચનામામાં સામે આવતા પોલીસે હત્યાની એફ.આઈ.આર. (FIR) નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 'સીન ઓફ ક્રાઇમ' અને લોહીવાળી લાકડીથી ભેદ ઉકેલાયો પોલીસે ઘટનાસ્થળે વિસ્તૃત સર્ચ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પોલીસને ઝાડીઓમાંથી એક શંકાસ્પદ લાકડી મળી આવી હતી. ટેકનિકલ પુરાવા અને કડીઓ જોડતાં આખી ઘટનામાં એક 17 વર્ષીય સગીરની સંડોવણી બહાર આવી હતી, જે આઠમા ધોરણ સુધી જ ભણેલો છે. પૂછપરછ દરમિયાન સગીરે જે કારણ દર્શાવ્યું તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આરોપી સગીરે મોજશોખ માટે કરી હત્યા સગીરને દમણ અને સાપુતારા ફરવા જવું હતું અને તે માટે નવા કપડાં તથા બૂટ ખરીદવા હતા. પરિવારે વધુ પૈસા આપવાની ના પાડતા તેણે બે બકરાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો, જ્યારે સગીર પોતે બકરાં ચરાવવા ગયો હતો, ત્યારે સીમમાં રમણભાઈને એકલા જોઈને તેમની પર જીવલેણ હુમલો કરી હત્યા કરી દીધી અને તેમના બે બકરાંની ચોરી કરી લીધી હતી. હત્યારા સગીરે ચોરાયેલા બે બકરાં તેણે એક ખાટકીને ₹9,300 માં વેચી દીધા હતા. તે રકમમાંથી પોતાની પસંદગીના નવા કપડાં અને બૂટ ખરીદીને તે દમણની સફર પણ કરી આવ્યો હતો. લોહીવાળી લાકડી અને કપડાં સહિતનો મુદ્દામાલ જપ્ત સાવલી પોલીસે આરોપી સગીરની અટકાયત કરી ઘટનાસ્થળેથી મળેલી લોહીવાળી લાકડી, બનાવ સમયે સગીરે પહેરેલા લોહીના ડાઘવાળા કપડાં અને બકરાં વેચીને મેળવા પૈસામાંથી ખરીદેલા નવા કપડાં અને બૂટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને બાલ સંરક્ષણ ગૃહ મોકલવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં દિલ્હી જેવું 'ચોર બજાર' નેટવર્ક ઝડપાયું:348 સ્માર્ટફોન, 2304 સિમકાર્ડ સાથે મેરઠનો શાતિર ચોર કલીમ પકડાયો; સિમકાર્ડ 4000ના કિલો અને મેમરી કાર્ડ 10માં વેચતો
    Next Article
    CJP Protest में पहुंचे Sharad Pawar, Abhijeet Dipke से क्या बात हुई? | Jantar Mantar | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment