Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં દિલ્હી જેવું 'ચોર બજાર' નેટવર્ક ઝડપાયું:348 સ્માર્ટફોન, 2304 સિમકાર્ડ સાથે મેરઠનો શાતિર ચોર કલીમ પકડાયો; સિમકાર્ડ 4000ના કિલો અને મેમરી કાર્ડ 10માં વેચતો

    13 hours ago

    સુરતમાં લિંબાયત પોલીસે નીલગીરી સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન બર્ગમેન મોપેડ (GJ-05-TF-6513) પર જતા મેરઠના શાતિર ચોર કામીલ ઉર્ફે કલીમ સલીમ મલિક (ઉં.વ. 32, હાલ રહે. લિંબાયત)ને પકડી પાડ્યો છે. તેની પાસેથી 3 પ્લાસ્ટિકની થેલીઓમાંથી કોઈ પણ બિલ વગરના 348 મોબાઈલ, 350 મધરબોર્ડ, 2304 સિમકાર્ડ, 327 મેમરી કાર્ડ, 88 બેટરીઓ અને રૂ. 70,000ની મોપેડ મળીને કુલ રૂ 8,37,750/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી સ્થાનિક ચોરો પાસેથી સસ્તા ભાવે મોબાઈલ મેળવી તેના સ્પેરપાર્ટ્સ અલગ કરી દિલ્હીની કબાડી માર્કેટમાં વેચવાનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવતો હતો. સ્થાનિક ચોરો પાસેથી સસ્તા ભાવે મોબાઈલ લઈને 'ડિસએસેમ્બલ' કરતો ઝડપાયેલા આરોપી કામીલ સલીમ મલિકની કડક પૂછપરછ કરતાં એક ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ થયો છે. આરોપી છેલ્લા 3 વર્ષથી લિંબાયતમાં રહી ભંગારનો વેપાર કરતો હતો. તે સુરતના સ્થાનિક નાના-મોટા ચોરો જેવાં કે સાગર દેવીપૂજક (ગોડાદરા), ભોલા દેવીપૂજક (ગોડાદરા), ચેતન દેવીપૂજક (ડીંડોલી) અને વિપુલ (ડીંડોલી) પાસેથી અત્યંત સસ્તા ભાવે ચોરાયેલા તથા ખોવાયેલા મોબાઈલ ફોન ખરીદતો હતો. ત્યારબાદ તે પોતાના ઘરે જઈને તમામ મોબાઈલમાંથી સ્ક્રુડ્રાઈવર વડે કેમેરા, ડિસ્પ્લે કોમ્બો, મધરબોર્ડ, બેટરી, કેમેરા મોડ્યુલ, મેમરી કાર્ડ અને સિમકાર્ડ જેવા ચાલુ હાલતના તમામ સ્પેરપાર્ટ્સ અલગ-અલગ કરી નાખતો હતો, જેથી પોલીસ ટ્રેકિંગમાં કોઈ ચોક્કસ લોકેશન પકડાય નહીં. ગુપ્ત લે-વેચ દિલ્હીના ઓલ્ડ સીલમપુર કબાડી માર્કેટમાં ચાલતી હતી ડીસીપી ડૉ. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં આવેલા કુખ્યાત 'ઓલ્ડ સીલમપુર કબાડી માર્કેટ' ખાતે બેસતા તેના સાગરીતો મોમીન અંસારી, ઈમરાન અને ફિરોઝ નામના કબાડીઓને આ સ્પેરપાર્ટ્સ ઊંચા નફા સાથે વેચી દેતો હતો. આ દિલ્હીની ગેંગ આ પાર્ટ્સનો ઉપયોગ ગેરકાયદેસર રીતે અન્ય ચોરાયેલા કે તૂટેલા મોબાઈલ રિપેર કરવા માટે અથવા તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવા માટે કરતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીમકાર્ડ કિલોના ભાવે તો મેમરી કાર્ડ રૂ 10માં વેચતા પોલીસ તપાસમાં મુદ્દામાલના વેચાણ દરો સાંભળીને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આરોપી કલીમ મલિક કબ્જે કરાયેલા સ્પેરપાર્ટ્સ પર-પીસ હિસાબે વેચતો હતો. જેમાં મેમરી કાર્ડ: રૂ 10 પ્રતિ પીસ, સિમકાર્ડ: રૂ 4,000 પ્રતિ કિલોના ભાવે (જેનો ઉપયોગ ફ્રોડ કે સાયબર ક્રાઈમમાં થયો હોવાની આશંકા)અને મધરબોર્ડ, બેટરી અને મોબાઈલ ફોન: રૂ 500 થી રૂ 1,500 પ્રતિ પીસ સહિત આ રીતે તે દર મહિને હજારો રૂપિયાનો ગેરકાયદેસર નફો રળી રહ્યો હતો. CEIR પોર્ટલ અને ટ્રેકિંગથી કડોદરા-ઓડિશાના મોબાઈલ ટ્રેસ થયા પોલીસે કબ્જે કરેલા 348 મોબાઈલમાંથી 7 ચાલુ હાલતના સ્માર્ટફોન પણ મળી આવ્યા હતા. જેમાંથી 2 મોબાઈલ ફોન ભારત સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલ પર સર્ચ કરતાં જ તે ચોરીના હોવાનું સ્પષ્ટ થયું હતું. જેમાં એક મોબાઈલ સુરત નજીકના કડોદરા પોલીસ સ્ટેશન હસ્તકનો અને બીજો ઓડિશાના 'કોરાપુટ ટાઉન પોલીસ સ્ટેશન' વિસ્તારમાંથી ચોરાયેલો હોવાનું ટ્રેસ થયું છે. બાકીના 5 સ્માર્ટફોન અને અન્ય સીમકાર્ડ સંદર્ભે ટેલિકોમ કંપનીઓ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનો પાસેથી વિગતો મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અગાઉનો ગુનાહિત ઈતિહાસ તથા સાગરીતોની શોધખોળ શરૂ લિંબાયત પોલીસે આરોપી કામીલ સલીમ મલિક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ-106 અને કલમ-35(1)(ઈ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. હાલ તેનો કોઈ અગાઉનો ગુનાહિત ઈતિહાસ રેકોર્ડ પર આવ્યો નથી, પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠ પોલીસ સંપર્કમાં રહીને તેના ભૂતકાળની માહિતી મગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરતમાંથી મોબાઈલ સપ્લાય કરનાર 4 સ્થાનિક ચોરો (સાગર, ભોલા, ચેતન, વિપુલ) અને દિલ્હીના 3 ખરીદદારો (મોમીન, ઈમરાન, ફિરોઝ) ને પકડવા માટે લિંબાયત પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બળવાખોરો પર મમતાએ કહ્યું- બધા ચોર ભાજપમાં જતા રહ્યા:કોલકાતામાં શહીદ દિવસના મંચ પરથી કહ્યું- ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો એક થઈ જાય
    Next Article
    ફરવાના શોખીન સગીરે વૃદ્ધની હત્યા કરી:પૈસા માટે બકરા ચોરીનો પ્લાન બનાવ્યો, વૃદ્ધે અટકાવતા મોતને ઘાટ ઉતાર્યા; દમણથી ફરીને આવતા જ પોલીસે દબોચી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment