Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ નિવાસસ્થાન પાસે અઢી કલાકથી કોંગ્રેસના ધરણા:રાહુલે કહ્યું- વડાપ્રધાન રાજીનામું આપે; અમિત શાહને મળીને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ફરી ધરણાસ્થળે પહોંચ્યા

    1 day ago

    પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધામ અને વડાપ્રધાનના રાજીનામાની માગને લઈને કોંગ્રેસના ઘણા નેતાઓ દિલ્હીમાં પીએમ નિવાસસ્થાન પાસે બપોરે લગભગ સાડા 3 વાગ્યાથી ધરણા પર બેઠા છે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સામેલ છે. કોંગ્રેસીઓ 'પીએમ અને ગૃહમંત્રી રાજીનામું આપો'ના નારા લગાવી રહ્યા છે. પ્રદર્શન વચ્ચે અહીં પોલીસે પંજાબના પૂર્વ સીએમ ચરણજીત ચન્ની અને ઘણા કાર્યકરોને કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસનું આ પ્રદર્શન ખૂબ જ સિક્રેટ રહ્યું. રાહુલ સહિત તમામ નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ઘરથી પીએમ નિવાસસ્થાન સુધી પગપાળા માર્ચ કરીને પહોંચ્યા. જ્યારે આ લોકો 100 મીટર દૂર હતા ત્યારે મીડિયાને માહિતી આપવામાં આવી. બીજી તરફ, કોંગ્રેસના પ્રદર્શનકારી નેતાઓ સાથે વાટાઘાટો કરવા માટે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પહોંચ્યા. રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ તેઓ ગૃહમંત્રી અમિત શાહ પાસે ગયા. અમિત શાહ સાથે વાતચીત કર્યા બાદ તેઓ ફરી ધરણાસ્થળે પહોંચ્યા છે. બીજી તરફ, જંતર-મંતર પર પણ કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન ચાલુ છે. અહીં હજારો પ્રદર્શનકારીઓ હાજર છે. પીએમ આવાસ નજીક કોંગ્રેસના પ્રદર્શનની 7 તસવીરો… બપોરે 3:30 વાગ્યે બપોરે 3:38 વાગ્યે બપોરે 4:00 વાગ્યે સાંજે 4:10 વાગ્યે સાંજે 4:25 વાગ્યે સાંજે 4:30 વાગ્યે સાંજે 5:17 વાગ્યે આજના મોટા અપડેટ્સ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન સાથે જોડાયેલા અપડેટ માટે બ્લોગ પર નજર કરો…
    Click here to Read More
    Previous Article
    સિંધુએ કમબેકની ક્રેડિટ વિરાટને આપી:લખ્યું- કેટલીય વાર ભાંગી પડી પણ એમણે મને સમજાવી, શટલરે 2 વર્ષ પછી ટુર્નામેન્ટ જીતી
    Next Article
    બળવાખોરો પર મમતાએ કહ્યું- બધા ચોર ભાજપમાં જતા રહ્યા:કોલકાતામાં શહીદ દિવસના મંચ પરથી કહ્યું- ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો એક થઈ જાય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment