Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબમાં પરિવારજનોએ દીકરીને કાપી નાખી:માતા-પિતાની મરજી વિરુદ્ધ ગામના જ યુવક સાથે લવમેરેજ કરી લીધા, મળવાના બહાને બોલાવીને રસ્તામાં ઘેરીને પતાવી દીધી

    16 hours ago

    પંજાબના ફરીદકોટમાં પોતાના જ ગામના છોકરા સાથે લવમેરેજ કરવા બદલ 20 વર્ષની યુવતીની હત્યા કરી દેવામાં આવી. યુવતીના પરિવારે યુવતીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ગળું કાપીને મારી નાખી. ત્યારબાદ તેના મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો. મંગળવારે સવારે તેનો મૃતદેહ ખેતરોમાં કાંટાળી વાડ પાસે પડેલો મળ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ અઢી મહિના પહેલા જ યુવતીએ લવમેરેજ કર્યા હતા. ત્યારબાદ તે છોકરા સાથે ગામ છોડીને બઠિંડા જતી રહી હતી અને ત્યાં જ રહેવા લાગી હતી. સોમવારે યુવતીના પરિવારે બંનેને મળવાના બહાને બોલાવ્યા હતા. આ જ તક જોઈને પરિવારે યુવતીને પતાવી દીધી. જ્યારે, છોકરો જેમતેમ કરીને ભાગવામાં સફળ રહ્યો. પોલીસે ઓનર કિલિંગના આ કેસમાં યુવતીના પરિવારજનો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. હાઈવેના કિનારે ખેતરોમાંથી મળ્યો મૃતદેહ પોલીસના જણાવ્યા અનુસાર, મૃત યુવતીની ઓળખ મહેકપ્રીત કૌર તરીકે થઈ છે. તે ફરીદકોટના બુર્જ હરિકા ગામની રહેવાસી હતી. તેનો મૃતદેહ કોટકપુરા નજીક અમૃતસર-બઠિંડા નેશનલ હાઈવેના કિનારે આવેલા ખેતરોમાંથી મળી આવ્યો છે. ડીએસપી (ગ્રામ્ય) અવતાર સિંહ રાજપાલે જણાવ્યું કે બુર્જ હરિકા ગામની રહેવાસી 20 વર્ષીય યુવતી મહેકપ્રીત કૌરને પોતાના જ ગામના યુવક જગદીપ સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો. આ બંનેએ 4 માર્ચે કોર્ટમાં લવમેરેજ કરી લીધા હતા. જ્યારે, તેમના માતા-પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. લગ્ન પછી કપલ બઠિંડામાં રહેતું હતું લગ્ન પછી મહેકપ્રીત અને જગદીપ બંને બઠિંડાના ગામ ભગતા ભાઈકા ખાતે ભાડાનું મકાન લઈને રહેવા લાગ્યા હતા. આની જાણ તેમના પરિવારજનોને નહોતી. જોકે, તેમના ફોન પર તેમને પરિવારજનો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હતા. આ અંગે તેમણે બાજાખાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીની તેની માતા સાથે ફોન પર વાતચીત થતી રહેતી હતી. રવિવારે પણ છોકરીએ તેની માતા સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન તેની માતાએ તેને મળવા બોલાવી. છોકરીને કહેવામાં આવ્યું કે સોમવારે સાંજે કોટકાપુરા પાસેના ગામ ઢિલવાં કલાંના ગુરુદ્વારા સાહિબમાં આવજે. ત્યાં જ મુલાકાત થશે. યુવતીની માતાએ બોલાવી, પરિવારજનોએ ઘેરી લીધી DSPના જણાવ્યા અનુસાર, જ્યારે મહેકપ્રીત અને જગદીપ સિંહ મોટરસાયકલ પર ઢિલવાં કલાં પાસે પહોંચ્યા, ત્યારે કારમાં આવેલા યુવતીના પરિવારજનોએ તેમને ઘેરી લીધા. જોકે, તે હજુ સ્પષ્ટ નથી કે છોકરીની માતાએ જ તેના અન્ય પરિવારજનોને છોકરીના આવવાની જાણ કરી હતી કે પછી અન્ય કોઈ માધ્યમથી પરિવારજનોને આ વિશે જાણ થઈ હતી. પરિવારજનોને આવતા જોઈને બંને છોકરા-છોકરી પોતાની મોટરસાયકલ છોડીને ભાગવા લાગ્યા. આ દરમિયાન પરિવારજનોએ યુવતીને પકડી લીધી. ત્યારબાદ તીક્ષ્ણ હથિયારો વડે તેનું ગળું કાપી નાખ્યું. ત્યારબાદ તેની લાશ ખેતરમાં ફેંકી દીધી. આ દરમિયાન યુવક પોતાનો જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યો. જોકે, તે ભાગીને ક્યાં ગયો, તે વિશે કોઈને ખબર નથી. મંગળવારે સવારે જ્યારે ખેતરોમાં કામ કરવા ખેડૂતો આવ્યા ત્યારે તેમણે છોકરીની લાશ પડેલી જોઈ અને પોલીસને જાણ કરી. માહિતી મળતા જ સિટી કોટકપુરા પોલીસ સ્ટેશન અને બાજાખાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી. મોટી સંખ્યામાં પોલીસ દળ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોટકપુરાના DSP સંજીવ કુમાર, DSP (ગ્રામ્ય) અવતાર સિંહ રાજપાલ અને થાણા સિટી કોટકપુરાના SHO સુખવિંદર સિંહ CIA સ્ટાફ સહિત પોલીસ ટીમ સાથે તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા. સૂક્ષ્મ રીતે પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. DSP (ગ્રામ્ય) અવતાર સિંહ રાજપાલે જણાવ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે યુવતીના પરિવારજનો આ લવમેરેજથી ખૂબ નારાજ હતા અને આ જ અદાવતને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પોલીસે કેસ નોંધી લીધો છે અને નામજોગ આરોપીઓની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ॰॰॰॰॰॰॰॰॰॰॰॰ આ સમાચાર પણ વાંચો… ઇંગ્લેન્ડમાં પંજાબી યુવતીની હત્યા, પેટ-છાતી પર 5 ઘા માર્યા:આરોપી ગેટના કેમેરામાં છરી સાથે દેખાયો; તરનતારનથી પિતાએ જમીન વેચીને મોકલી હતી પંજાબના તરનતારનની યુવતીની ઇંગ્લેન્ડમાં હત્યા કરી દેવામાં આવી. તેના પેટ-છાતીમાં છરીના 5 વાર ઘા મારીને હુમલો કરવામાં આવ્યો. યુવતી લગભગ બે વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર ઉચ્ચ શિક્ષણ માટે ગઈ હતી. અભ્યાસ પૂરો કર્યા પછી તેને વર્ક પરમિટ મળી ગઈ હતી અને તે ત્યાં રહીને નોકરી કરી રહી હતી.
    Click here to Read More
    Previous Article
    પીએમ નિવાસસ્થાન પાસે રાહુલ-પ્રિયંકાના ધરણા:કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ રાહુલને મળ્યા, ધરણા સમાપ્ત કરવા કહ્યું; ઘણા કોંગ્રેસીઓ કસ્ટડીમાં
    Next Article
    4 ઈંચ વરસાદથી વાંસદા જળમગ્ન:ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો દેખાયો, મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ રાતોરાત સીલ,ટ્રાન્સફોર્મર સાથે કાર અથડાતા યુવકનું મોત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment