Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ચોરીની બાઈક સાથે એક આરોપી ઝડપાયો:એક ફરાર, વાહનચોરી સ્કવોડે ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

    20 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં વાહનચોરીના ગુનાઓ અટકાવવા અને ઉકેલવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વાહનચોરી ડિટેક્શન સ્કવોડની રચના કરી છે. આ સ્કવોડે હિંમતનગરના ઘોડાફાર્મ પાસેથી ચોરીના બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ જણાવ્યું હતું કે, વાહનચોરી ડિટેક્શન સ્કવોડના ઇન્ચાર્જ અને વડાલી PSI વી.આર. ચૌહાણની ટીમ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. મહેતાપુરા નજીક ટીમના કપિલ અને વિપુલસિંહને બાતમી મળી હતી કે, બે ઇસમો ચોરીની મોટરસાયકલ સાથે ઘોડાફાર્મ પાસે ઉભા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મોટરસાયકલ સાથે ઉભેલા બે ઇસમોમાંથી એક પોલીસને જોઈને ભાગી ગયો હતો. પોલીસે મોટરસાયકલ સાથે ઉભેલા શંકર લાલુ જોગી (ઉ.વ. 20, રહે. ઘોડાફાર્મ છાપરા, હિંમતનગર, મૂળ ગાંધીસરણા, તા. કોટાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. કબજે કરાયેલ રૂ. 20,000 ની કિંમતની મોટરસાયકલ અમદાવાદ જિલ્લાના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પકડાયેલા આરોપીને વધુ તપાસ માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડની ટીમે પણ એક અલગ કાર્યવાહી કરી હતી. ટીમના જ્ઞાનદીપસિંહ, મિતરાજસિંહ અને મહિલા પોલીસકર્મી હિનાબેનને મળેલી બાતમીના આધારે હિંમતનગરના મહાવીરનગર કેનાલફ્રન્ટ પાસેથી એક મહિલા આરોપીને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં મહિલા આરોપીએ પોતાનું નામ દિવ્યા ઉર્ફે દેવ્યાંશી ઉપેન્દ્ર વ્યાસ (ઉ.વ. 26, રહે. ચિત્રકૂટ સોસાયટી, મહાવીરનગર) જણાવ્યું હતું. તેણે સોનાની વીંટી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરી થયેલી રૂ. 35,000 ની કિંમતની સોનાની વીંટી કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    28 IAS અધિકારીઓની બદલી:જુનાગઢના મ્યુનિ.કમિશનર પ્રભવ જોશીને GIDCના જોઈન્ટ એમડી બનાવ્યા, જાણો કોને ક્યાં મુકાયા
    Next Article
    હવે અમદાવાદના ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો દેખાયો:વનવિભાગ શેલામાં શોધતું હતું અને દીપડો 25 કિમી દૂર આંટા મારતો હતો; આ એ જ દીપડો છે કે બીજો?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment