Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધુણઈ નજીક બેન્ટોનાઇટ ભરેલા બે ટ્રેલર ઝડપાયા:પશ્ચિમ કચ્છ એલસીબીએ ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે કાર્યવાહી કરી

    22 hours ago

    પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પરિવહન અને ચોરી સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પશ્ચિમ કચ્છે ધુણઈ ગામ નજીકથી બેન્ટોનાઇટ ખનીજ ભરેલા બે ટ્રેલર ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ખનીજ ચોરી અને બિનઅધિકૃત પરિવહન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે એલસીબીની ટીમે વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવી હતી. આજે મળેલી ચોક્કસ માહિતીના આધારે, એલસીબી ટીમે ધુણઈ ગામના પાટીયાથી પુનડી તરફ જતા માર્ગ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન, બેન્ટોનાઇટ ભરેલા બે શંકાસ્પદ ટ્રેલરને અટકાવી તેમની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખનીજના પરિવહન સંબંધિત જરૂરી દસ્તાવેજો રજૂ ન થતાં, પોલીસે બંને ટ્રેલરને ડિટેઇન કર્યા હતા. આ મામલે નિયમો મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે ખનીજના સ્ત્રોત, પરિવહનની મંજૂરી અને તેમાં સંકળાયેલા અન્ય વ્યક્તિઓ અંગે વધુ તપાસ કરી રહી છે. આ સફળ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમની સાથે હેડ કોન્સ્ટેબલ સસુરજભાઈ વેગડા, મૂળરાજભાઈ ગઢવી અને રાજેશભાઈ ગઢવીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી, બિનઅધિકૃત ખનન અને નિયમો વિરુદ્ધ થતા પરિવહન સામે આવી જ રીતે સતત કાર્યવાહી ચાલુ રહેશે. કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વોને બક્ષવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'સુરતની શરમજનક સ્થિતિ, કોઈના પેટનું પાણી નથી હલતું, ગોવિંદભાઈનો આક્રોશ:રસ્તાઓની બિસ્માર હાલતથી સાંસદ ધોળકિયા રોષે ભરાયા, વીડિયો બનાવીને મેયર-કમિશનર સહિતનાને મોકલ્યો
    Next Article
    28 IAS અધિકારીઓની બદલી:જુનાગઢના મ્યુનિ.કમિશનર પ્રભવ જોશીને GIDCના જોઈન્ટ એમડી બનાવ્યા, જાણો કોને ક્યાં મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment