Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સુરતની શરમજનક સ્થિતિ, કોઈના પેટનું પાણી નથી હલતું, ગોવિંદભાઈનો આક્રોશ:રસ્તાઓની બિસ્માર હાલતથી સાંસદ ધોળકિયા રોષે ભરાયા, વીડિયો બનાવીને મેયર-કમિશનર સહિતનાને મોકલ્યો

    एक दिन पहले

    સુરત શહેરમાં મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે પ્રજા ભારે મુશ્કેલીઓ ભોગવી રહી છે. આ પરિસ્થિતિ હવે માત્ર સામાન્ય નાગરિકો પૂરતી સીમિત નથી રહી, ખખડધજ રસ્તાઓથી રાજ્યસભા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા ત્રસ્ત થયા છે. રવિવારે (19 જુલાઈ) ઈચ્છાપોર વિસ્તારમાંથી એરપોર્ટ જઈ રહેલા ગોવિંદ ધોળકિયા રસ્તાની અત્યંત બિસ્માર અને કાદવ-કીચડથી ભરેલી હાલત જોઈને રોષે ભરાયા હતા. તેમણે ચાલુ કારમાંથી જ રોડની દયનીય પરિસ્થિતિ દર્શાવતો વીડીયો બનાવી "સુરતની શરમજનક સ્થિતિ છે, કોઈના પેટનું પાણી નથી હલતું" અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વીડિયો બનાવીને મેયર-કમિશનર સહિતને મોકલ્યો હતો આ વીડિયો જાહેર જનતા માટે સોશિયલ મીડિયા પર મૂકવા માટે બનાવાયો નહોતો. ગોવિંદકાકાના અંગત ગણાતા ભાવેશભાઈના જણાવ્યા અનુસાર, સાંસદે આ વીડિયો માત્ર સુરત શહેરના ચાર મુખ્ય જવાબદાર ચહેરાઓને જ અંગત રીતે મોકલ્યો હતો. જેમાં સુરતના મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલનો સમાવેશ થાય છે. હવે સુરતના રાજકારણમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે, આ ચાર જવાબદાર અને ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિઓમાંથી આ વીડિયો મીડિયા કે સોશિયલ મીડિયા સુધી કોણે પહોંચાડ્યો અને વાયરલ કર્યો? સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયો કે, તુરંત જ વિરોધપક્ષ અને નેટીઝન્સે મનપા તંત્ર સાથે ભાજપ સરકાર સામે પણ પ્રહારો શરૂ કરી દીધા છે. સોશિયલ મીડિયા પર ગોવિંદ ધોળકિયાના વીડિયોના કારણે ભારે ફજીતી થઈ રહી છે, કારણ કે તેઓ પોતે સાંસદ છે અને તેમણે જ પોતાની સરકારની પોલ ખોલવી પડી છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે જો એક અબજોપતિ સાંસદ અને ઉદ્યોગપતિને પણ સુરતના રસ્તાના કારણે આ રીતે કેમેરા સામે આવીને ફરિયાદ કરવી પડતી હોય, તો પછી સામાન્ય પ્રજાની રજૂઆત કોણ સાંભળશે? હીરા બુર્સ નજીકના રોડની ગંભીર હાલતથી ઉદ્યોગકારોમાં રોષ ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ડાયમંડ યુનિટ્સ અને હીરા બુર્સ સુરતની વૈશ્વિક ઓળખ છે. ધોળકિયા પરિવારનું પણ આ વિસ્તારમાં વિશાળ ડાયમંડ યુનિટ આવેલું છે. આટલા મહત્વના ઔદ્યોગિક વિસ્તારમાં અને એરપોર્ટને જોડતા મુખ્ય માર્ગ પર જ ખાડા, કાદવ અને બિસ્માર રોડ હોવાથી માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દેશ-વિદેશથી આવતા વેપારીઓ સામે પણ સુરતની છબી ખરડાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે ઉદ્યોગકારોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. વીડિયો લીક અંગે સાંસદના પીએ ભાવેશની સ્પષ્ટતા વીડિયો વાયરલ થયા બાદ ચારેકોરથી ઘેરાયેલા સાંસદ ગોવિંદ ધોળકિયાના અંગત(PA) ભાવેશભાઈએ સમગ્ર મામલે ખુલાસો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વીડિયો રવિવારના દિવસનો જ છે. ગોવિંદકાકાએ આ વીડિયો માત્ર સુરતની સ્થિતિમાં સુધારો આવે અને તંત્ર જાગે તે હેતુથી જ મેયર, મ્યુનિસિપલ કમિશનર, ભાજપ શહેર પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જ અંગત રીતે મોકલ્યો હતો. આ વીડિયો કઈ રીતે બહાર આવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો તેની અમને કોઈ જાણકારી નથી. તંત્રના વાંકે શાસક પક્ષના નેતાઓ બેકફૂટ પર સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ આ એક વિડીયોથી પોકળ સાબિત થયા છે. ભાજપના જ સાંસદે વિડીયો બનાવીને તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવતા ભાજપના આંતરિક રાજકારણમાં પણ ભૂકંપ આવ્યો છે. એક તરફ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના દાવો કરે છે અને બીજી તરફ સાંસદ કક્ષાના નેતાઓને પણ રોડ-રસ્તાના કારણે વિડીયો બનાવી વિરોધ દર્શાવવો પડે છે. હાલ આ મુદ્દો આખા રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને હવે જોવાનું એ રહેશે કે વિડીયો લીક કરનાર સામે કોઈ પગલાં લેવાય છે કે નહીં.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં એક રૂપિયાના સિક્કા પરથી વિવાદાસ્પદ નકશો નહીં હટે:સરકારે નવી ડિઝાઇનનો પ્રસ્તાવ પાછો મોકલ્યો; જેમાં ભારતના વિસ્તારોને પોતાના દર્શાવ્યા હતા
    Next Article
    ધુણઈ નજીક બેન્ટોનાઇટ ભરેલા બે ટ્રેલર ઝડપાયા:પશ્ચિમ કચ્છ એલસીબીએ ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment