Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ એન્કાઉન્ટર,'નરાધમોને કંટ્રોલમાં રાખવા, એ જ પોલીસનું કામ':ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને હર્ષ સંઘવી મળ્યા, ખબર-અંતર પૂછી બહાદુરીને બિરદાવી

    2 days ago

    આણંદના વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્ક્રમ અને નિર્મમ હત્યા કેસના આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના DGP જી.એસ. મલિકે આણંદની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હુમલામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓ મહિપાલસિંહ અને રાજવીરસિંહ સાથે મુલાકાત કરી ખબર-અંતર પૂછી તેમની બહાદુરીને બિરદાવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એક સાડા ચાર વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ અને જેનો ભૂતકાળ પણ આ જ પ્રકારના ગુનાઓ સાથે જોડાયેલો હોય. એવો નરાધમ પોલીસને ચપ્પુ મારવાની કોશિશ કરે, એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે. ત્યારે આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા, એ જ રાજ્ય પોલીસનું કામ છે. બંને પોલીસકર્મીઓ હાલ ખતરાથી બહાર: DGP DGP જી. એસ. મલિકે જણાવ્યું કે, નાયબ મુખ્ય આજે બંને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓના ખબર-અંતર જાણળા એમને મળ્યા હતા. અત્યારે બંને પોલીસકર્મીઓ હોસ્પિટલમાં છે પણ હાલ ખતરાથી બહાર છે. શું છે દુષ્કર્મનો સમગ્ર મામલો? વરસાદના કારણે એક શ્રમજીવી પરિવાર પોતાનું ઝુંપડું તૂટી જતાં છેલ્લા કેટલાક સમયથી વાસદ રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં આશરો લઈ રહ્યો હતો. શનિવારે (18 જુલાઈ) રાત્રે આ પરિવારની બે બાળકી મુસાફરખાનામાં સૂઈ રહી હતી. આ દરમિયાન માતા-પિતાની આશરે અડધા કલાકની ગેરહાજરી અને બાળકીઓની એકલતાનો લાભ ઉઠાવીને આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો અને સાડા ચાર વર્ષની માસૂમ બાળકીને ખભે ઊંચકીને નાસી છૂટ્યો હતો. રેલવે ટ્રેક પરથી માસૂમનો ત્રણ કટકા થઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો આ ઘટના બાદ વાસદ રેલવે સ્ટેશનથી આશરે 800 મીટર દૂર રેલવે ટ્રેક પરથી માસૂમ બાળકીનો લોહીલુહાણ અને ત્રણ કટકા થઈ ગયેલો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી બાળકીની લેંઘી અને આરોપીના બૂટ પણ મળી આવ્યા હતા. તપાસમાં બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને ટ્રેન નીચે ફેંકી દઈ નિર્મમ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસતા મરૂન રંગનું શર્ટ અને બ્લૂ જીન્સ પહેરેલો એક શંકાસ્પદ યુવક બાળકીને રાત્રે આશરે 9:15 વાગ્યે ખભે ઊંચકીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. આ નરાધમ રાત્રે પોણા અગિયાર વાગ્યાની આસપાસ વાસદ રેલવે ફાટક પાસે પીધેલી હાલતમાં લથડિયા ખાતો પણ જોવા મળ્યો હતો. બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક અટકાયત બાદ આરોપીને વધુ તપાસ અર્થે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવ્યો હતો. ઊલટી થવાનું બહાનું કાઢી પોલીસનું વાહન રોકાવ્યું વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્ક્રમ અને હત્યા કેસના આરોપી સુરેશ પરમારને LCBની ટીમ સરકારી વાહનમાં આણંદ તરફ લઈને આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં આરોપીએ અચાનક ઊલટી થવાનું બહાનું કાઢીને આસોદરથી કંથારીયાની વચ્ચે બ્રીજ નજીક પોલીસનું વાહન રોકાવ્યું હતું. વાહન ઊભું રહેતાં જ આરોપીએ પોતાની પાસે ગુપ્ત રીતે છુપાવી રાખેલા ચપ્પુ વડે ઓચિંતો પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના બે પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. PSI રાણાએ સ્વ-બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું આ કટોકટીની સ્થિતિમાં LCBના PSI રાણાએ આરોપીને કાબૂમાં લેવા અને હુમલો રોકવા માટે વારંવાર કાયદેસરની ચેતવણી આપી હતી. જોકે, ઉશ્કેરાયેલો આરોપી વધુ હિંસક બની પોલીસ પર તૂટી પડતા, અંતે PSI રાણાએ પોતાના સ્ટાફ અને સ્વ-બચાવમાં સરકારી ગ્લોક પિસ્તોલમાંથી આરોપી પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સ્થળ પરથી 6 ફૂટેલા કારતુસ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા સ્વ-બચાવના ફાયરિંગમાં આરોપી સુરેશ પરમારને બે જેટલી ગોળીઓ વાગી હતી અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ હાલતમાં આરોપીને તાત્કાલિક સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. અગાઉ વર્ષ 2020માં પણ આરોપી દુષ્કર્મ-હત્યા કેસમાં સંડોવાયેલો આ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ વર્ષ 2020માં પણ આરોપી દુષ્કર્મ કેસમાં સંડોવાયો હતો. જે ગુનાના બે આરોપી સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર (રહે. બાંધણી પુરા) અને વિષ્ણુ શંકરભાઈ પરમાર (રહે. બાકરોલ) હોવાનું સામે આવ્યું હતું, જેમણે આણંદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30થી 35 વર્ષની અજાણી સ્ત્રીને એકાંતમાં નહેર પર લઈ જઈ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેનું મોઢું દબાવીને નિર્મમ હત્યા નિપજાવી લાશને નગ્ન હાલતમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પંજાબના ખેડૂતોનું દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ:કલમ 163 લાગુ, અમેરિકા સાથે ટ્રેડ ડીલનો વિરોધ; હરિયાણા પોલીસે રૂટ ડાયવર્ટ કર્યો
    Next Article
    સુરતમાં બે કલાકમાં બે ઇંચ, ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી:નવસારીમાં કાવેરી નદી બે કાંઠે વહેતા મહાદેવ મંદિર ડૂબ્યું; આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment