Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી શાળાઓમાં શૌચાલય-પાણીની સુવિધા કાગળ પર જ?:રાજ્યભરમાં તપાસના આદેશ, સ્થળ તપાસ બાદ રિપેરિંગ અને ઓનલાઈન માહિતી અપડેટ કરવા સૂચના

    2 days ago

    રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઉપલબ્ધ મૂળભૂત સુવિધાઓ અંગે રાજ્યવ્યાપી ચકાસણીના આદેશ આપતા શાળાઓમાં ભૌતિક સુવિધાઓની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. સમગ્ર શિક્ષા દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર (DPC), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અને શાળા સંચાલકોને શૌચાલય, પીવાના પાણી અને હાથ ધોવાની સુવિધાની સ્થળ પર તપાસ કરીને ખામી દૂર કરવા સૂચના આપવામાં આવી છે. પાણીની ટાંકી, ડ્રેનેજ લાઇન સહિતની સુવિધાઓનું નિરીક્ષણ આદેશ મુજબ શાળાઓમાં શૌચાલયમાં પાણી ઉપલબ્ધ છે કે નહીં, દરવાજા અને ભોંયતળિયાની સ્થિતિ, પાણીની ટાંકી, ડ્રેનેજ લાઇન, નળ અને લીકેજ સહિતની તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરવાનું રહેશે. જ્યાં સુવિધાઓ બિનકાર્યરત હોય ત્યાં તાત્કાલિક રિપેરિંગ હાથ ધરવાનું રહેશે. U-DISE પોર્ટલમાં નોંધાયેલી માહિતી અપડેટ કરવાની રહેશે સમગ્ર શિક્ષાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, શાળાઓની ભૌતિક સુવિધાઓ અંગે U-DISE પોર્ટલમાં નોંધાયેલી માહિતી વાસ્તવિક સ્થિતિ સાથે મેળ ખાતી હોવી જોઈએ. જો કોઈ તફાવત જોવા મળે તો ઓનલાઈન માહિતી સુધારવાની રહેશે. આથી અત્યાર સુધી દાખલ કરાયેલી વિગતોની વિશ્વસનીયતા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર જમા કરાવવાનું ફરજિયાત રિપેરિંગ માટે સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ ગ્રાન્ટ અથવા અન્ય મંજૂર ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે અને તેનું સંચાલન સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) કરશે. કામગીરી પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર જમા કરાવવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સરકારે ભૌતિક સુવિધાઓની વાસ્તવિક સ્થિતિ જાણવા અને જ્યાં ખામી હોય ત્યાં તાત્કાલિક સુધારણા થાય તે માટે આ કડક સૂચનાઓ જાહેર કરી છે.
    Click here to Read More
    Previous Article
    Mumbai Police detain 200 amid student protest over NEET row
    Next Article
    રામોલ દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીઓમાં ફફડાટ:AMC અને ફાયરના ચેકિંગના પગલે વેપારીઓ દુકાનો ગોડાઉનો બંધ કરી ફરાર, ગેરકાયદે બાંધકામના પગલે 18 એકમો સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment