Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભક્તિમય જયઘોષથી ગુંજી ઉઠ્યું સુભાષનગર:ભગવાન જગન્નાથજી અને માતા લક્ષ્મીજીના 'હેરા પંચમી' પર્વે ભાવિકોએ લીધો મહાપ્રસાદનો લાભ

    1 day ago

    ભાવનગર શહેરના સુભાષનગર સ્થિત શિવ વિહાર ટ્રસ્ટ દ્વારા સોમવારના શુભ દિને માતા લક્ષ્મીજી તથા ભગવાન જગન્નાથજીના પવિત્ર ‘હેરા પંચમી ઉત્સવ’ની અત્યંત ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અષાઢી બીજના પવિત્ર દિવસે અદભુત ભક્તિભાવ, ઉત્સાહ અને શ્રદ્ધા સાથે યોજાયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા બાદ આ ઉત્સવનું વિશેષ મહત્વ રહેલું છે. રથયાત્રા અને હેરા પંચમીનું વિશેષ મહાત્મ્ય હિન્દુ ધર્મમાં અષાઢી બીજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બિરાજીને નગરચર્યાએ નીકળે છે. રથયાત્રાના પાંચમા દિવસે યોજાતો હેરા પંચમી ઉત્સવ માતા લક્ષ્મીજી અને ભગવાન જગન્નાથજીના દિવ્ય મિલન અને શ્રદ્ધાનું પ્રતીક છે. વિશેષ ભોગ અને ભક્તોનો ઉમળકો સાંજે યોજાયેલા આ દિવ્ય કાર્યક્રમ દરમિયાન માતા લક્ષ્મીજીને વિશેષ રસગુલ્લા ભોગ તેમજ મોહનભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાવનગરના વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી દિવ્ય ઉત્સવનો ભક્તિમય લ્હાવો લીધો હતો અને દર્શન કરી મહાપ્રસાદનો લાભ મેળવ્યો હતો. શ્રદ્ધાળુઓના ભક્તિસભર જયઘોષથી સમગ્ર સુભાષનગર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ સમગ્ર મહોત્સવનું સુંદર અને આયોજનબદ્ધ સંચાલન શિવ વિહાર ટ્રસ્ટના પ્રમુખ હરપાલસિંહ રાણા તેમજ ટ્રસ્ટના હોદ્દેદારો અને સેવાભાવી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં પધારેલા ભક્તો માટે દર્શન તેમજ પ્રત્યેક વ્યવસ્થા સુચારુ રીતે પૂરી પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દાદરા નગર હવેલીમાં 300થી વધુ વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો:ખનકીનું નાળું ધોવાઈ જતાં વિદ્યાર્થીઓ ધસમસતા પાણીમાંથી જીવના જોખમે નદી પાર કરવા મજબૂર
    Next Article
    સુરતમાં વધુ એક પાટીદાર યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર:વેપારી સાથે લગ્નના બહાને ₹2.99 લાખની છેતરપિંડી, 13મા દિવસે મામા-મામી તેડવા આવ્યા ને ભાગ્યશ્રી ગાયબ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment