Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રામાયણ'માં સાઈ પલ્લવીની કાસ્ટિંગ પર અન્નુ કપૂર ભડક્યા:કહ્યું, 'કોને માતા સીતાનો રોલ આપી દીધો, રામાનંદ સાગર જેવી રામાયણ નહીં બનાવી શકે'

    1 day ago

    પીઢ એક્ટર અન્નુ કપૂરે તાજેતરમાં રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'રામાયણ'માં માતા સીતાનો રોલ સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવીને આપવા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, ફિલ્મ નિર્માતાઓ કોઈ બીજા વિષય પર ફિલ્મ બનાવી શક્યા હોત, કારણ કે તેઓ ગમે તે કરીને રામાનંદ સાગર જેવી ફિલ્મ બનાવી શકશે નહીં. અન્નુ કપૂરે તાજેતરમાં 'ઝૂમ'ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, 'ભારતમાં બાયોપિક ન બનાવવી જોઈએ.' આગળ અન્નુ કપૂરે નિતેશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ' પર કહ્યું, 'શું બનાવશે, જે બનાવશે, તે રામાનંદ સાગરની રામાયણને ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ શૂ શાં અને ફું ફાં અને શોશેબાજી કરી દેશે. પરંતુ તે પછી તમે વિચારો કે તમે સીતાનો રોલ કોને આપ્યો છે. સીતા માતા છે, આ દેશના હિંદુ શ્રી રામચંદ્રને નારાયણનો અવતાર માને છે અને માતા સીતાના રોલમાં કોને લીધા છે. હવે તમે વિચારો.' આગળ અન્નુ કપૂરે એમ પણ કહ્યું છે કે, તેઓ નિતેશ તિવારીને ઓળખતા પણ નથી. તેઓ ફિલ્મો જોતા નથી, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેઓ રામાયણ બનાવી રહ્યા છે, ત્યારે તેમણે નિતેશ તિવારીનો નહીં પરંતુ 'રામાયણ' બનાવવાનો વિરોધ કર્યો. 8 નવેમ્બરે રિલીઝ થશે રામાયણ: પાર્ટ-1 નોંધનીય છે કે, એપિક સાગા ફિલ્મ 'રામાયણ', ભારતીય સિનેમાની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. નિતીશ તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં છે. આ ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થવા માટે શેડ્યૂલ છે. સૌથી મોંઘા વેચાશે રામાયણના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ 'વેરાયટી ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર, ફિલ્મ 'રામાયણ'ના હિન્દી વર્ઝનના ડિસ્ટ્રિબ્યુશન માટે ફિલ્મના પ્રોડ્યુસર્સ 450 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા છે. જ્યારે અત્યાર સુધીના સૌથી મોંઘા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'કિંગ'ના 250 કરોડમાં વેચાયા છે. જો આ ફિલ્મ 450ને બદલે 300 કરોડ સુધીમાં પણ ડીલ કરે છે, તો આ બોલિવૂડના ઇતિહાસની સૌથી મોટી ડિસ્ટ્રિબ્યુશન ડીલ બની જશે. ફિલ્મ 'રામાયણ' સાથે જોડાયેલી મહત્વની વાતો-
    Click here to Read More
    Previous Article
    હાઇબ્રિડ વાહન માટે MG લાવી નવી ટેકનોલોજી:ADAPT પ્લેટફોર્મ પર ચાર અલગ અલગ ગાડીઓ તૈયાર કરી શકાશે; વિશ્વનો પહેલો ઇ-ક્લચ પણ રજૂ કર્યો
    Next Article
    'જબ જબ મોદી ડરતા હૈ, પોલીસ કો આગે કરતા હૈ':ગુજરાતભરમાં વાંગચુકના સમર્થનમાં યુવાઓ આવ્યા, કોઈએ મેલોડી તો કોઈએ પોસ્ટર સાથે વિરોધ કર્યો; પોલીસે બળપ્રયોગ કરી અટકાવ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment