Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇબ્રિડ વાહન માટે MG લાવી નવી ટેકનોલોજી:ADAPT પ્લેટફોર્મ પર ચાર અલગ અલગ ગાડીઓ તૈયાર કરી શકાશે; વિશ્વનો પહેલો ઇ-ક્લચ પણ રજૂ કર્યો

    एक दिन पहले

    JSW MG મોટર ઇન્ડિયાએ પોતાનું નવું એડવાન્સ્ડ પ્લેટફોર્મ 'ADAPT' એટલે કે 'એડવાન્સ્ડ ડ્રાઇવ આર્કિટેક્ચર પ્લેટફોર્મ ટેકનોલોજી' રજૂ કર્યું છે. આ એક એવું ન્યૂ એનર્જી વ્હીકલ પ્લેટફોર્મ છે, જેના પર કંપની ભવિષ્યમાં ચાર અલગ-અલગ પ્રકારની ગાડીઓ તૈયાર કરશે- ઇલેક્ટ્રિક, પ્લગ-ઇન હાઇબ્રિડ, રેન્જ-એક્સટેન્ડર અને સ્ટ્રોંગ-હાઇબ્રિડ. સૌથી ખાસ વાત એ છે કે, આ પ્લેટફોર્મ પર માત્ર ઇકો-ફ્રેન્ડલી ગાડીઓ જ બનશે, કોઈ પણ પ્યોર પેટ્રોલ કે ડીઝલ કાર બનાવવામાં આવશે નહીં. ઓછા પેટ્રોલ વપરાશ સાથે 43% થર્મલ એફિશિયન્સી ADAPT પ્લેટફોર્મ પર આધારિત હાઇબ્રિડ ગાડીઓમાં કંપની એક નવું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરશે. કંપનીનો દાવો છે કે, આ એન્જિન પેટ્રોલનો ઓછો વપરાશ કરશે અને તેની થર્મલ એફિશિયન્સી 43% સુધી હશે. આમ તો પેટ્રોલ એન્જિનોની થર્મલ એફિશિયન્સી 20 થી 35%ની વચ્ચે જ હોય છે, એવામાં MGનો આ દાવો ઘણો સારો માનવામાં આવી રહ્યો છે. જોકે, કંપનીએ હજુ સુધી આ એન્જિનના ડિસ્પ્લેસમેન્ટ (cc), સિલિન્ડરોની સંખ્યા અને પાવર આઉટપુટની માહિતી આપી નથી, પરંતુ એ સ્પષ્ટ કર્યું છે કે, તેને DHT (ડાયરેક્ટ હાઇબ્રિડ ટ્રાન્સમિશન) સાથે જોડવામાં આવશે. દુનિયાના પહેલા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇ-ક્લચથી સજ્જ DHT આ ડાયરેક્ટ હાઇબ્રિડ ટ્રાન્સમિશન (DHT)માં દુનિયાનું પહેલું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇ-ક્લચ લગાવવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, આ પરંપરાગત ક્લચ યુનિટ્સની સરખામણીમાં 4 ગણી ઝડપથી રિસ્પોન્સ આપે છે. હાઇબ્રિડ કારોમાં સામાન્ય રીતે જોવા મળતા e-CVT ગિયરબોક્સની સરખામણીમાં આ DHT ટેકનોલોજી વધુ જટિલ છે, જેમાં મિકેનિકલ ગિયર્સનો ઉપયોગ થાય છે. આ ટેકનોલોજી ગાડીને વધુ સારી ટોર્ક ડિલિવરી અને પરંપરાગત ડ્રાઇવિંગનો અહેસાસ કરાવશે. આની સાથે જ આમાં 10-ઇન-1 ડ્રાઇવ યુનિટ આપવામાં આવ્યું છે, જેમાં પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ મોટર અને 2-સ્ટેજ રિડક્શન ગિયરબોક્સને ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. આ યુનિટ પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટરના આઉટપુટને મેનેજ કરીને પૈડાં સુધી પહોંચાડે છે. ગાડી 4 અલગ-અલગ મોડ્સમાં ચાલશે ગાડીમાં આપેલા આ બધા પાવરટ્રેન કમ્પોનન્ટ્સ અને બેટરી મળીને 4 અલગ-અલગ ડ્રાઇવિંગ મોડ્સમાં કામ કરી શકે છે:
    Click here to Read More
    Previous Article
    CJP Protest के बीच Rahul Gandhi का बड़ा हमला | PM Modi को बताया 'युवा विरोधी' | Top News
    Next Article
    'રામાયણ'માં સાઈ પલ્લવીની કાસ્ટિંગ પર અન્નુ કપૂર ભડક્યા:કહ્યું, 'કોને માતા સીતાનો રોલ આપી દીધો, રામાનંદ સાગર જેવી રામાયણ નહીં બનાવી શકે'

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment