Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ રોકેટના જીવંત પ્રયોગો નિહાળ્યા

    3 days ago

    વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત વિજ્ઞાન કેન્દ્ર ખાતે સોમવારે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ-2026ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચંદ્ર, અવકાશ વિજ્ઞાન અને ભારતના ચંદ્ર અભિયાનો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કેમિકલ અને વોટર રોકેટના જીવંત પ્રયોગાત્મક નિદર્શનથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત શિક્ષા સહાયક કૃણાલકુમાર આર. ચૌધરીએ કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, 20 જુલાઈ, 1969ના રોજ એપોલો-11 મિશન દ્વારા માનવજાતે પ્રથમ વખત ચંદ્ર પર પગ મૂક્યો હતો. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ ધ. રાઠોડે 'ભારતનું ચંદ્ર મિશન: સ્વપ્નથી સિદ્ધિ સુધી' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3ની સિદ્ધિઓ તેમજ ઇસરોના ભાવિ અવકાશ મિશનો વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ચંદ્ર સંબંધિત એક ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ચંદ્ર અને અવકાશ વિજ્ઞાન આધારિત ઓપન હાઉસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, 3D પ્રિન્ટિંગ દ્વારા ચંદ્રનું મોડેલ કેવી રીતે તૈયાર થાય છે તેનું જીવંત નિદર્શન પણ રજૂ કરાયું હતું. અંતે, કેમિકલ રોકેટ અને વોટર રોકેટના પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓને રોકેટ પાછળના વૈજ્ઞાનિક સિદ્ધાંતો સરળતાથી સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલના 61 વિદ્યાર્થીઓએ શિક્ષિકા સોનલબેન એફ. માલીના માર્ગદર્શન હેઠળ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ વિકસાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    'વીરે પ્રીતમ બનવા ઘણા ઓડિશન આપવા પડ્યા':રાજકુમાર હિરાણીએ દીકરાના ડેબ્યૂ માટે કોઈ શોર્ટ કટ ન લીધો; 'પ્રીતમ એન્ડ પેડ્રો'ના કિસ્સા શેર કર્યા
    Next Article
    PI જે.બી.અગ્રાવત સામે હાઇકોર્ટનો હુકમ:આગોતરા જામીન અરજીમાં કોર્ટને ગેરમાર્ગે દોરનારા ઓઢવના તપાસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment