Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મોદી હાય...હાય...આઝાદી હમ લે કે રહેંગે':અમદાવાદની એમ.જે. લાયબ્રેરીથી પતંગ સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાયો, વાંગચુકના સમર્થનમાં યુવાનો રસ્તા પર ઉતરતાં અટકાયત

    1 day ago

    દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે. અમદાવાદમાં આજે 20 જુલાઈના યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ આંદોલનકારીઓ પાછળ લાકડીઓ લઈને દોડી હતી અને વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. અમદાવાદના એમજે લાઈબ્રેરી બહાર પ્રદર્શનકારીઓએ "મોદી હાય... હાય..." અને "આઝાદી હમ લે કે રહેંગે" જેવા નારા પોકારતાં પરિસ્થિતિ વણસી હતી, જેના પગલે એક્શનમાં આવેલી પોલીસે વિરોધ કરનારાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે. જયારે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરવા માટે એકત્રિત થયા છે. જૂનાગઢ અને ભાવનગરમાં પણ યુવાનોએ વિરોધ નોંધાવ્યો છે. દિલ્હીના આંદોલનના પડઘા અમદાવાદમાં પડ્યા દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જ્યાં આ મુદ્દે સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દિલ્હીમાં લાંબા સમયના વિરોધ છતાં હજી સુધી શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં ન આવતા તેના જ આક્રોશ સ્વરૂપે ગુજરાતમાં આ વિરોધ પ્રદર્શનનું થઈ રહ્યા. જૂનાગઢ અને ભાવનગરમાં પણ યુવાનોએ વિરોધ નોંધાવ્યો જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિ સમાજના યુવાનોએ કલેક્ટર ઓફિસ બહાર આંદોલન શરૂ કર્યું છે. બીજી તરફ, ભાવનગરમાં કોંગ્રેસના નગરસેવક કિશન મેર અને તેમના સમર્થકો હાથમાં પોસ્ટરો સાથે ઘોઘા ગેઇટ ચોક સહિતના મુખ્ય બજાર વિસ્તારમાં રોડ પર ઉતર્યા છે. સુરતમાં 'ઇન્કલાબ જિંદાબાદ'ના નારાઓ સાથે વિરોધ સુરત કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ હાથમાં સોનમ વાંગચુકની તસ્વીરો પકડીને અને 'ઇન્કલાબ જિંદાબાદ' ના પ્રચંડ નારાઓ લગાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરત કલેક્ટર કચેરી ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 'ઇન્કલાબ જિંદાબાદ'ના નારાઓ સાથે પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી સમગ્ર ઘટનાની તટસ્થ તપાસની અપીલ કરી હતી, જેમાં પરેશભાઈ મહાલે નામના સ્થાનિકે ભારતીય સંવિધાન સાથે 'કૉક્રોચ જનતા પાર્ટી' લખેલું ટીશર્ટ પહેરી અનોખી રીતે વિરોધ નોંધાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પણ વાંચો: દિલ્હી સંસદ નજીક પહોંચ્યા પ્રદર્શનકારીઓ, પોલીસે ટિયર ગેસ છોડ્યા
    Click here to Read More
    Previous Article
    લંડનમાં અક્ષય લથડ્યો, પડતાં પડતાં બચ્યો:'ખિલાડી કુમાર'ને જોઈ સૈફ અલી ખાન અને દીકરો હસી પડ્યા; ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયા હતા
    Next Article
    સુરેન્દ્રનગરમાં નિઃશુલ્ક હૃદયરોગ સેવાયજ્ઞ યોજાયો:નિદાન કેમ્પનો 300થી વધુ દર્દીઓએ લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment