Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથના હાટ બજારમાં ગંદકીનું સામ્રાજ્ય:આસ્થાના માર્ગે ગટરના ગંદા પાણીથી શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં, વેપારીઓ ત્રાહિમામ; પાલિકા અને સોમનાથ ટ્રસ્ટની એકબીજાને ખો

    3 दिन पहले

    વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના યાત્રાધામમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે હાટ બજારમાં ફરી એકવાર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. આના કારણે સ્થાનિક વેપારીઓ અને હજારો શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાટ બજારથી મંદિર તરફ જતા મુખ્ય માર્ગ અને બજારના પ્રવેશદ્વાર સુધી ગંદકી છવાઈ ગઈ છે, જેના કારણે યાત્રિકોને ગંદા પાણીમાંથી પસાર થઈને દર્શન માટે જવું પડે છે. આ વારંવાર સર્જાતી સમસ્યાને કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારી દીપક પંડિતે જણાવ્યું કે, તેમણે દુકાન માટે ટ્રસ્ટને અંદાજે રૂ. 10 લાખ ચૂકવ્યા છે અને દર મહિને રૂ. 2 હજાર ભાડું પણ આપે છે, તેમ છતાં પાયાની સુવિધાઓ મળતી નથી. ગટરના ગંદા પાણીના કારણે એક પણ ગ્રાહક આવ્યો નથી. ટ્રસ્ટ અને પાલિકા એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે પ્રભાસ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું કે, હાટ બજારની સફાઈની જવાબદારી સોમનાથ મંદિર ટ્રસ્ટની છે. તેમ છતાં યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે પાલિકાના સેનિટેશન વિભાગને તાત્કાલિક સ્થળ પર મોકલી સફાઈ અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. તેમણે ઉમેર્યું કે, હાટ બજારમાં GUDC દ્વારા પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. બીજી તરફ, સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ હાટ બજારની સફાઈની જવાબદારી ટ્રસ્ટની હોવાનું સ્વીકાર્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે આ સ્થળે માત્ર હાટ બજાર જ નહીં, પરંતુ સમગ્ર પ્રભાસ પાટણ વિસ્તારની ગટરનું મુખ્ય જોડાણ છે. આથી ગટર ઓવરફ્લો થવાની સ્થિતિ વારંવાર સર્જાય છે, જેના પરિણામે ગંદા પાણીનો નિકાલ અટકી જાય છે અને હાટ બજારમાં પાણી ફરી વળે છે. પાલિકા અને ટ્રસ્ટના જવાબો પરથી સ્પષ્ટ થાય છે કે બંને તંત્રને સમસ્યાની જાણ છે, તેમ છતાં યોગ્ય નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. કરોડો રૂપિયાના વિકાસ અને સ્વચ્છતાના દાવાઓ વચ્ચે દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે તે યાત્રાધામની છબીને નુકસાન પહોંચાડે છે. વેપારીઓ અને સ્થાનિકોએ માંગ કરી છે કે જવાબદારી કોની છે તેની ચર્ચા કરવાને બદલે ગટર વ્યવસ્થાનું આધુનિકીકરણ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી સોમનાથ જેવા વિશ્વવિખ્યાત યાત્રાધામની પ્રતિષ્ઠા જળવાઈ રહે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય ત્રીજી રથયાત્રા:ઇસ્કોન સોમનાથ દ્વારા સાંજે 5 વાગ્યે ચૈતન્ય હનુમાનજી મંદિરથી પ્રસ્થાન
    Next Article
    Drunk Man Strangles Wife To Death After Fight Over Dinner In Gurugram: Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment