Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં જિલ્લા સંકલન, ફરિયાદ સમિતિની બેઠક:પ્રજાકીય સુવિધાના વિવિધ પડતર પ્રશ્નો પર ચર્ચા કરાઈ, કલેક્ટરે પ્રશ્નોના નિવારણની તાકીદ કરી

    1 day ago

    પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના પ્રજાકીય સુવિધાના વિવિધ પડતર પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની અધ્યક્ષતા કરતા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાએ રજૂ થયેલા પ્રશ્નોનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી, તેનો સત્વરે અને સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. સામાન્ય નાગરિકોની સુવિધાના પ્રશ્નો પ્રાથમિકતાના ધોરણે ઉકેલાય તે અત્યંત જરૂરી છે. આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના મતવિસ્તારના રસ્તા, પાણી, વીજળી અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત લોકપ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે ઝડપી અને સકારાત્મક પગલાં ભરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી, નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા સહિત જિલ્લાના વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તાપીના RFO વિકાસ દેસાઈનું ફરજ દરમિયાન અવસાન:અમદાવાદમાં અપાશે અંતિમ વિદાય, વન વિભાગે દીપડાને લઈને જાહેર કરી ચેતવણી
    Next Article
    Sanjay Raut dares PM Modi ahead of Bill introduction: ‘Recite Vande Mataram without teleprompter’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment