Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદ સુધી પહોંચ્યા કોકરોચ પાર્ટીના પ્રદર્શનકારીઓ:પોલીસે ટિયર ગેસ છોડ્યા, લાઠીચાર્જ પણ કર્યો; દીપકેએ અચાનક ઉપવાસ તોડ્યા

    2 दिन पहले

    કોકરોચ જનતા પાર્ટીની માર્ચ સંસદ ભવન નજીક પહોંચી ગઇ છે. પોલીસે તેમને રોકવા માટે સંસદ પાસે ટિયર ગેસનો ઉપયોગ કર્યો અને તમામ ગેટ્સ પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓ રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં ઘૂસી ગયા. ઘણા લોકો બેરિકેડિંગ તોડીને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા. ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. બીજી તરફ, CJPના સ્થાપક અભિજીત દીપકેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી છે. તેમણે કહ્યું કે જો સોનમ વાંગચુકને જલ્દી જંતર-મંતર મોકલવામાં નહીં આવે, તો તેઓ સંસદ માર્ચ માટે નીકળી જશે. વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે. આજે તેમની ભૂખ હડતાળનો 23મો દિવસ છે. વાંગચુકે હોસ્પિટલ પ્રશાસનને પત્ર લખીને કહ્યું, ‘સંસદ માર્ચમાં જવું છે, મને ડિસ્ચાર્જ કરો.’ બીજી તરફ, સીજેપીના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને મળવા પહોંચ્યા છે. આ પહેલા સવારે 10 વાગ્યે પોલીસે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે ઘણા લોકોને ઈજાઓ થઈ છે અને ઘણા લોકોના માથા પણ ફાટી ગયા છે. જોકે, પોલીસે આ વાતનો ઇનકાર કર્યો છે. CJPનો જંતર-મંતરથી સંસદ સુધીનો માર્ચ રૂટ અમદાવાદમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ લો ગાર્ડન પાસે હેપ્પી સ્ટ્રીટ પાસે NEET પેપર લીક મુદ્દે, સોનમ વાંગચૂકના સમર્થનમાં અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા પ્રદર્શનકારીઓની પોલીસે દોડાવી દોડાવી અટકાયત કરી છે. ભાજપ હાય હાય અને ધર્મેન્દ્ર પ્રદાન રાજીનામું આપે તેવી માગ સાથે પ્રદર્શનકારીઓ બેનર સાથે રસ્તો પર આવી ગયા હતા. જેથી ACP સહિતના અધિકારીઓએ દોડાવી દોડાવી પ્રદર્શનકારીઓને વિરોધ કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમજ DCP સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર… પ્રદર્શનની તસવીરો જંતર-મંતર પર પ્રદર્શનથી સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું- અમેરિકી સૈનિકોની રાહ જોઈ રહ્યા છીએ:ખાર્ગ આઇલેન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, તો કોઈ જીવતું નહીં બચે
    Next Article
    અમદાવાદના ઘુમાની પોશ સોસાયટીમાં દીપડાની એન્ટ્રી, CCTV:DCFએ કહ્યું- મારેલો મરઘો મળ્યો, ડરશો નહીં મનુષ્ય કુદરતી ખોરાક નથી, આસપાસમાં સ્કેનિંગ ચાલું; ડરનો માહોલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment