Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલુંદ્રામાં દીકરીઓએ સંભાળી સમાજ પરિવર્તનની કમાન:બાલિકા પંચાયત બની ગ્રામ વિકાસની નવી ઓળખ

    1 day ago

    અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) અરવલ્લીના માર્ગદર્શન હેઠળ મોડાસા તાલુકાના બોલુંદ્રા ગામે બાલિકા પંચાયત દ્વારા આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખી વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતની દીકરીઓએ સક્રિય નેતૃત્વની ભૂમિકા ભજવી સમાજમાં સકારાત્મક પરિવર્તનનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ગામની શાળાના પરિસરમાં બાલિકા પંચાયતની દીકરીઓ દ્વારા વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. દીકરીઓએ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી ગામના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આંગણવાડી કેન્દ્ર ખાતે બાલિકા પંચાયતની બેઠક યોજાઈ હતી, જેમાં સ્વચ્છતા, આરોગ્ય, પોષણ, પર્યાવરણ, શિક્ષણ, શાળા છોડતા બાળકો (ડ્રોપઆઉટ), સલામતી અને સુરક્ષા, બાળલગ્ન નિવારણ, જીવન કૌશલ્ય વિકાસ, મહિલાઓ-બાળકોના અધિકારો તેમજ અન્ય સામાજિક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી અને સંભવિત લાભાર્થીઓની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત આયોજિત આરોગ્ય તપાસ કેમ્પમાં ગ્રામીણ મહિલાઓ અને કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન હિમોગ્લોબિન (HB), રેન્ડમ બ્લડ શુગર (RBS), બ્લડ પ્રેશર (BP) તેમજ સામાન્ય આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા પોષણયુક્ત આહાર, એનિમિયા નિવારણ, વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત આરોગ્ય તપાસ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ પ્રતીકભાઈ પટેલ, તલાટી કમ મંત્રી, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, બોલુંદ્રા હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકગણ, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સામાજિક આગેવાનો તથા ગામની સક્રિય મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ બાલિકા પંચાયતની દીકરીઓની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે સરપંચ પ્રતીકભાઈ પટેલે બાલિકા પંચાયતને સતત સહયોગ, માર્ગદર્શન અને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. સાથે જ બાલિકા પંચાયતની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે અલગ કાર્યાલય (ઓફિસ) ફાળવી આપવાની જાહેરાત કરતાં ઉપસ્થિતોએ તેનો હર્ષભેર સ્વાગત કર્યો હતો. સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW), અરવલ્લીના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર ડો. ભરતભાઈ પરમારે બાલિકા પંચાયતની દીકરીઓને સક્રિય બનાવવા, તેમનામાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવા અને ગામના વિકાસમાં તેમની અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી છે. તેઓ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહી દીકરીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું તેમજ બાલિકા પંચાયતને વધુ અસરકારક બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે બાલિકા પંચાયતની દીકરીઓએ સ્વચ્છ, સ્વસ્થ, શિક્ષિત, બાળ લગ્નમુક્ત અને પર્યાવરણ પ્રેમી સમાજના નિર્માણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમે ગ્રામજનોમાં દીકરીઓના નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ વધાર્યો હતો અને બાલિકા પંચાયતને ગ્રામ વિકાસનું એક અસરકારક મંચ તરીકે નવી ઓળખ અપાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સોમનાથના હરિહરવનમાં હજારો વડવાગડાનું અનોખું નગર:સાંજે આકાશમાં અદ્ભુત દ્રશ્ય, પક્ષીપ્રેમીએ ચામાચીડિયાનું મહત્વ સમજાવ્યું
    Next Article
    Canada Defies UN Advice, Bans Visitors From Congo Amid Ebola Outbreak

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment