Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથના હરિહરવનમાં હજારો વડવાગડાનું અનોખું નગર:સાંજે આકાશમાં અદ્ભુત દ્રશ્ય, પક્ષીપ્રેમીએ ચામાચીડિયાનું મહત્વ સમજાવ્યું

    1 day ago

    સોમનાથના પ્રભાસતીર્થમાં આવેલા શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત હરિહરવન વૃક્ષાલય હજારો ચામાચીડિયા (વડવાગડા)ના સમૂહ વસવાટને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હરિહરવનના પ્રવેશદ્વાર પાસેના ઊંચા વૃક્ષો પર હજારો વડવાગડા વર્ષોથી આશ્રય લઈ રહ્યા છે. દિવસ દરમિયાન વૃક્ષોની ડાળીઓ પર ઊંધા લટકેલા આ જીવો સાંજ પડતાં જ ખોરાકની શોધમાં ઉડાન ભરે છે, જે દૃશ્ય જોવા મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડે છે. પ્રભાસ તીર્થના વયોવૃદ્ધ પક્ષીપ્રેમી ભાસ્કર વૈદ્યએ ચામાચીડિયા વિશે માહિતી આપતા જણાવ્યું કે, તે સસ્તન પ્રાણી છે અને કુદરતે તેને અનેક વિશિષ્ટ લક્ષણો આપ્યા છે. તેની લંબાઈ સામાન્ય રીતે ત્રણથી છ ઇંચ હોય છે, જ્યારે પાંખો ફેલાવતા આઠથી સોળ ઇંચ સુધી પહોંચે છે. તેની પાંખોના હાડકાં માનવ હાથના પંજાના હાડકાં જેવા હોય છે. મજબૂત નખને કારણે તે દિવસભર ઝાડની ડાળીઓ પર ઊંધું લટકી શકે છે. વૈદ્યએ વધુમાં જણાવ્યું કે, વડવાગડાની કેટલીક જાતિઓ ફળો, ફૂલોનો રસ અને પરાગ પર નિર્ભર રહે છે, જ્યારે કેટલીક જાતિઓ જીવાતો સહિત અન્ય નાના જીવોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કુદરતી પર્યાવરણમાં બીજ અને પરાગરજના ફેલાવામાં ચામાચીડિયાનો મહત્વનો ફાળો હોવાથી વનસ્પતિના સંવર્ધનમાં પણ તેનું યોગદાન રહેલું છે. ભાસ્કરભાઈ વૈદ્યના મતે, ચામાચીડિયાને લઈને સમાજમાં અનેક ગેરસમજો પ્રચલિત છે. લોકો તેને માત્ર ડરામણું પ્રાણી માને છે, પરંતુ વાસ્તવમાં તે પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઓછી રોશનીમાં માર્ગ શોધવાની તેની ક્ષમતા અને રાત્રિ દરમિયાન ખોરાક મેળવવાની તેની કુદરતી આવડત તેને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. દરરોજ સાંજે લગભગ છ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી હજારો વડવાગડા એકસાથે હરિહરવનમાંથી ઉડાન ભરે છે. આકાશમાં સર્જાતું આ દૃશ્ય પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. અનેક લોકો પોતાના મોબાઇલ કેમેરામાં આ અદ્ભુત ક્ષણોને કેદ કરે છે અને કુદરતના આ જીવંત અજાયબીને નિહાળીને મંત્રમુગ્ધ થઈ જાય છે. પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે હરિહરવનમાં વસેલા આ વડવાગડાનું સંરક્ષણ કરવું જરૂરી છે. તેઓ માત્ર કુદરતી સૌંદર્યમાં વધારો કરતા નથી, પરંતુ પર્યાવરણના જૈવિક સંતુલનમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરના પડાણામાં હેરોઈન રેકેટનો પર્દાફાશ:પંજાબથી ડ્રગ્સ લાવી વેચતા ત્રણ શખ્સો પોલીસ સકંજામાં
    Next Article
    બોલુંદ્રામાં દીકરીઓએ સંભાળી સમાજ પરિવર્તનની કમાન:બાલિકા પંચાયત બની ગ્રામ વિકાસની નવી ઓળખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment